________________
૩૧
અહિંસા બીજી એમ કહેવાને અધિકાર પ્રાપ્ત થયું હતું. તેમના મને સામજિક ન્યાય જાળવવા, સત્ય જાળવવા, અહિંસક પ્રયોગ કરવા માટે સ્વરાજ્ય જરૂરી હતું. એટલે તેમણે એ પ્રાપ્ત કર્યું પણ અહિંસાને સમાજ વ્યાપી બનાવીને.
હવે સ્વરાજ્ય મળ્યા બાદ એ રાજ્યને સારું બનાવવાની એટલી ફરજ અહિંસક પ્રયોગકારો ઉપર આવી પડી છે. એટલે સર્વપ્રથમ રાજ્ય સંસ્થા પછી જોકસંસ્થા, લેકસેવક સંસ્થા અને પછી સાધક સંસ્થા એ રીતે દરેકને પવિત્ર બનાવવી જોઈએ. આમ નહીં થાય તો સામુદાયિક અહિંસાની વાત, સામુદાયિક પ્રમાણિકતાની શુદ્ધ નીતિની વાત અમલી . થશે નહીં.
એટલે આજે દરેક ક્ષેત્રે અહિંસક પ્રયોગ કરવા જરૂરી બને છે, તેમ કરવા જતાં કઈ સંસ્થા અહિંસાનો વિચાર કરે છે, તે પછી કયાં સંગઠને છે જે અહિંસા અને નીતિમાં માને છે; પછી કઈ સાધક–સંસ્થા છે કે જે સત્ય અને અહિંસાને સામે રાખીને ચાલે છે તે બધું જમવાર તપાસીને તેને ટેકો આપવો પડશે. કાંતે નવી સંસ્થાઓ ઊભી કરવી પડશે. ગાંધીજીને પ્રમ, તેમને વ્યક્તિગત ન હેતે પણ દેશને પ્રયોગ હતો. એ પ્રયોગ ચાલુ રહેત તો દેશમાં આજે જે સ્વાર્થ, સત્તાલુપતા, લાંચરૂશ્વત, સડે વિગેરે જોવા મળે છે તે દૂર થઈ જાત. હજુ પણ મોડું થયું નથી. દરેક ક્ષેત્રે પ્રભાવ પાડવા માટે અહિંસાના વ્યાપક પ્રયોગ ચાલુ કરવા જોઈએ અને તે માટે અહિંસક સાધકોએ આગળ આવવું જોઈએ. એકવાર અહિંસાને સામુદાયિક પ્રયોગ થયે કે ઘણું પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com