________________
એથી પણ ઉતરતી કાટિના છે. આ ભાવ-હિંસા જ; હિંસાને માનસમાં જગાડતી રહે છે. પરિણામે નાના ઝઘડાથી લઈને વિશ્વયુદ્ધ થતાં આપણે જોઈ શકીએ છીએ. અહિંસક પ્રચારકની જવાબદારી
આવા તોફાન કે હુલ્લડ સમયે તે અહિંસક પ્રચારકની જવાબદારી સવિશેષ વધી જાય છે. ઘણું કહેશે કે તોફાનો અટકાવવાં રાજ્યનું કામ છે. આ લેકે એમ પણ કહે છે કે રાજ્ય ગોળીબાર પણ કરવો નહીં. તે કામ કઈ રીતે ચાલે?
આવા સમયે સાચા અહિંસક પ્રચારકે રૂપે સાધુઓની પવિત્ર જવાબદારી મેટી આવે છે. તેમણે પ્રજાને એ રીતે ઘડવી જોઈએ કે તેને તેફાન કરવાનો સમય આવે જ નહીં. જે કાઈવાર આવે તે પણ તેણે પિતાનાં તપ, ત્યાગ, બલિદાન વડે, રાજ્યને દંડ-શક્તિ વાપરતાં બચાવી લેવું જોઈએ. છોકરો પડતો હોય તો માતા બેસી નહીં રહે-તે જોખમ ખેડીને પણ તેને બચાવશેજ, તેમ સાધુ પણ છકાયના મા-બાપ છે. અન્યાયના પ્રસંગોએ તેમણે સામુદાયિક અહિંસાના રસ્તા બતાવવા જોઈએ. સત્ય-અહિંસાને સમાજવ્યાપી બનાવવા ઘટે
અમારા પૂ. ગુરુદેવે એક્વાર ગાંધીજીને પૂછેલું કે “લડાઈ જીતવા માટે ધર્મરાજા ડું જૂઠું બોલ્યા હતા ! તે આપણે પણ કોઈની સેવા માટે, કોઇના હિત માટે થોડું અસત્ય બોલીએ તો શું વાંધો છે?”
ગાંધીજીએ કહ્યું: “એ મહાપુરુષ માટે હું કંઈ નહીં કહું. પણ સત્યના ભોગે સ્વર્ગનું રાજ્ય મળતું હોય તો હું તેને ઇન્કાર કરું”
સત્ય બોલવું એક વાત છે, પણ તેને સામાજિક બનાવવું એ બીજી વાત છે. દુનિયા ઉ૫ર આફત આવે ત્યારે માર્ગ બતાવો જોઈએ. ગાંધીજીને સ્વરાજ્યની ધૂન એટલી બધી હતી કે તેમને સત્ય પહેલાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com