________________
છે. તે પિતાના બાળકની માંગ કરે છે. પણ, પેલો આદિવાસી આપવા ઈચ્છતું નથી. એટલે બન્ને વચ્ચે ઝઘડે થાય છે. સાધ્વીને તે વાતની ખબર પડે છે અને તે આવીને સમાધાન કરાવે છે.
આવા સામાજિક પ્રસંગમાં પણ સમાધાન કરાવવાનું કામ સાધુઓ કરતા હોય, ત્યારે ધર્મની વાત આગળ વધારવા માટે, ગૂંડાગીરી અને અધર્મને અટકાવવા હય, અસત્યને, અપ્રમાણિકતા ને પ્રતિષ્ઠિત થતાં અટકાવવાં હોય તે સાધુપુરૂષે એમાં રસ નહીં લે તે બીજુ કોણ એ કામ કરશે? સાધુઓએ નાનું ઘર મૂકીને આખા વિશ્વને કુટુંબ કર્યું, ત્યારે સમાજનાં મૂલ્યો માટે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ, એમણે છોડવાં જોઈએ. | ગૃહસ્થાને કેટલીક મર્યાદા નડશે પણ સંતને હરકત આવતી નથી. ગૃહસ્થો માટે પણ ત્રણ મનેરથી શાસ્ત્રમાં આપ્યા જ છે –
(૧) કયારે બાહ્ય અને આત્યંતર પરિગ્રહ છોડી નિગ્રંથ બનું? (૨) ક્યારે સર્વથા આરંભ છોડી અનાસક્ત જીવન જીવું?
(૩) કયારે પંડિત મરણને પામું ? સામુદાયિક અહિંસાના પ્રયોગની તાલીમ
આ ત્રણેય મનમાં ઊંડો વિચાર વ્યક્ત થાય છે. તે વ્યક્તિની સામુદાયિક અહિંસા પ્રયોગની તાલીમ વગર થતું નથી. પરિગ્રહથી મોહ છૂટવો કઠણ..તેમાં પણ શરીરને મેહ છૂટવો વધુ કઠણુ! એવી જ રીતે ગુસ્સાને જીરવ કઠણ; ગુસ્સાની સામે શાંત રહેવું એથી પણ કઠણ અને ગુસ્સાને ખાળી નાખ-પ્રેમભાવ દર્શાવે એ એનાથી પણ કઠણ કામ છે.
શ્રાવકે પ્રતિ મણ કરે છે ત્યારે પાંચ વ્રતનાં પચ્ચકખાણ ટુંક સમય માટે લે છે. ધીમે ધીમે તે કેળવાય છે. આ બધી તાલીમ છે. કોઈ એમ સમજે કે તાલીમ વગર હું ધારીશ તેમ કરી શકીશ તે તે ખોટું છે. વ્રત-પાલનથી વસ્તુનું જે સુક્ષ્મ સ્વરૂપ સમજાય છે, આચરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com