________________
૧૦
એ સંસ્થા બની જાય. ત્યાં સુસંસ્થા સાથે અનુબંધ જાળવો એ અહિંસક પ્રયોગકાર માટે ઘણું જ જરૂરી છે.
આ અંગે ગાંધીજીના જીવનમાં ઊંડા ઊતરીશું તે ઘણું સ્પષ્ટ થશે. જ્યારે બિહારમાં ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ કહ્યું : “આ અસ્પૃશ્યતાના પાપના કારણે જ થયું છે. અને તે રહેશે ત્યાં સુધી આવા દુઃખ ભોગવવાં જ પડશે !”
કવિવર રવીન્દ્રનાથે કહ્યું: “ગાંધીજી! તમે આ શું કહે છે? આ ધરતીકંપને અસ્પૃશ્યતા સાથે શો સંબંધ?”
તેમણે કહ્યું: “હું વૈષ્ણવ છું. વૈષ્ણવ સમાજ ઉપર કલંક એ મારૂં કલંક છે.”
એવી જ રીતે કોઈ પૂનાની રેલ તારાજી સાથે રિશબિરને સંબંધ જોડે તે આપણે વિચારવું પડશે. આપણે આખી દુનિયા સાથે સંબંધ છે, એને સાચે અનુબંધ બનાવવો હોય તે દુનિયાના દુખ સાથે આત્મીયતા કેળવવી પડશે. ગાંધીજીએ પણ એમ જ કહ્યું: “દુનિયાનું દુઃખ એ મારું દુઃખ છે. શબ્દો સાથે મારે કઈ ઝઘડે નથી.” એટલે જનતા-જનાર્દનની આત્મીયતામાંથી તેમને લેકેનું બળ મળ્યું.
લેકેનું બળ મેળવવા માટે સર્વ પ્રથમ સામુદાયિક અહિંસાના પ્રયોગકારમાં જે ગુણો હોવા જોઈએ તે અંગે તુલસીદાસજી કહે છે -
जे सहा दुःख परछिद्र दुरावा, वंदनीय जेहि जगजस पावा... साधु चरित शुभ सरिस कपासू , निरस विसय गुणमय कुलनासू
– જે વ્યક્તિ દુનિયાનું દુઃખ પિતાનું માને છે, અને તે દુઃખને સહેવા માટે કપડું જેમ પારકાના છિદ્રોને પોતે કષ્ટ સહીને ઢાંકી દે છે તેમ જ તે સાધુચરિત પુરુષ બીજાના છિદ્રોને પિતે કષ્ટ સહીને ઢાંકી દે છે. તે બીજના છિદ્રોને ઉઘાડા કરતા નથી.
ગાંધીજીમાં આ શક્તિ હતી. એટલે જ લોકોની ભૂલને તેઓ પિતાની ભૂલ માનતા; પરિણામે લોકો તેમને પિતાના માનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com