________________
[૨] સામુદાયિક અહિંસા-પ્રયાગનાં તત્ત
અહિંસાને જ્યારે વિચાર સામે આવે છે ત્યારે સર્વ પ્રથમ વ્યક્તિ નજર આગળ આવશે. કોઈએ આગળ વધવું હશે તે તેની શરૂઆત વ્યક્તિથી કરવી પડશે. એવું જ સામુદાયિક અહિંસાના પ્રયોગનું છે. આ પ્રયોગ વ્યક્તિની પ્રેરણુએ થશે; પણ તેને સંબધ સમુદાય કેસમાં જ સાથે હેવો જોઈએ. તે માટે એણે સમાજને ઘડવો પડશે. સમાજ તૈયાર નહીં હોય તે વ્યકિતની પ્રેરણા નિષ્ફળ જશે. સાસુદાયિક અહિંસા – પ્રયોગ એટલે કે વ્યક્તિની પ્રેરણું ઝીલીને અહિંસક કાર્યકરો તૈયાર થવા અને તેમણે આખો અહિંસક સમાજ ઊભો કરે. પ્રયોગમાં જોડાનારની ખૂબી:
એટલે જ્યાં સુધી સામાજિક બળ સાથે સંબંધ રાખીને અહિંસાના પ્રયોગો નહીં થાય ત્યાંસુધી સામુદાયિક અહિંસાનું તત્ત્વ નહીં પાંગરે. એ માટે વ્યક્તિએ પહેલાં જાતે પ્રયોગ કરે જોઈએ અને પછી તે પ્રયોગ સમાજ ઉપર કરવો જોઈએ. આ યુગમાં આ પ્રયોગ મહાત્મા ગાંધીજીએ કર્યો હતો. તેમની પાછળ સમાજનું બળ હતું. જે કે ભારતની સંસ્કૃતિના ઇતિહાસમાં અને હાર્દમાં આ વસ્તુ તે હતી જ, પણ તેને ઉપર લાવવાનું શ્રેય ગાંધીજીને ફાળે જાય છે. તેમને યશ મળ્યો તે સાધુતાથી મળ્યો છે.
એકવાર બ્રિટિશ શાસકેના અત્યાચારોથી તેઓ બહુ અકળાયા ત્યારે તેમણે વિનેબાજી પાસે એક વિચાર મૂક્યો કે “હવે ન્યાય મેળવવા માટે બલિદાનની સળંગ પરંપરા (હારમાળા ) ઊભી થવી જોઈએ. બ્રિટીશરે કંઈ કરવા દેતા નથી. એટલે ચેડાંક બલિદાને તેમના આત્માને હચમચાવી શકશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com