________________
ભરતે મુક્કી મારી. પછી બાહુબલિ તૈયાર થયા. પણ પછી વિચાર કર્યો કે માર્યા પછી શું? તેમને હાથ અટકી ગયો અને યુદ્ધ મૂકી સંયમના મેદાને તેમણે પ્રસ્થાન કર્યું.
આ કદાચ અહિંસાના વિકાસના પ્રારંભના તબક્કાને પહેલે પ્રસંગ હશે. તે છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ કાળે
જે દંડ-વિધાન હતું તેમાં પણ “હા-કાર”, “મા-કાર” અને ધિકાર. આ ત્રણેયમાં પણ આજની પ્રાણ હણી લેતી જોગવાઈવાળી કઈ સજા ન હતી. એટલે ભલે એ યુગને જગલ–યુગ, વન્ય-યુગ કે મામ્ સંસ્કૃતિને યુગ ગણુંવાય; પણ માનવસમાજ માટે અહિંસાનું આચરણ ત્યારથી જ શરૂ થયેલું.
રાજા શિબિર અને ભગવાન શાંતિનાથ –ભગવાન શાંતિનાથ અને રાજા શિબિર એ બન્નેનાં ઉદાહરણ લગભગ સરખાં છે.
જ્યાં એક પારેવાને ગિધથી બચાવવા માટે બને જાતે તોળાઈ જાય છે. અહીં ખાવા માટે પણ પરહિંસા-રોકવાનું કાર્ય રાજ્ય–રાજાનું છે, એનું સુંદર પરોક્ષ સૂચન મળે છે,
ભગવાન નેમિનાથ અને પશુવાડા –એવી જ રીતે એક દૃષ્ટાંત નેમિનાથનું છે. નેમિનાથ લગ્ન કરવા જાય છે. જાન નગરદ્વારે પહેચે છે ત્યાં તેઓ પશુઓનું આક્રંદ સાંભળીને પૂછે છે?”
લગ્ન પ્રસંગે મિજબાની કરવા!” લોકો કહે છે. નેમિનાથને ગબે આ વાત ઉતરતી નથી. જોકે કહે છે કે “તેમને મારીને વ્યંજન બનાવવામાં આવશે. તે સાંભળી નેમિનાથે કહ્યું : “લગ્ન જેવાં પવિત્ર કાર્યમાં આવી અપવિત્ર મિજબાની શા માટે?”
લેઓએ દલીલ કરી કે લગ્નમાં તે આવું ચાલે જ !
નેમિનાથ સમજાવે છે –“ મનુષ્યના સુખભોગ માટે પંચેન્દ્રિય પ્રાણીને ભોગ લેવો એ કઈ રીતે સારું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com