________________
એ સમયે ભગવાન મહાવીર આવે છે અને સુદર્શન શ્રમણોપાસક દર્શન કરવા જાય છે. જોકે ના પાડે છે, પણ તે સાચી અહિંસા રાખી અને બલિદાનની ભાવનાને જગાડીને નીકળે છે.
ધસમસતા કાળ જેવા અર્જુન માળીનું બધું ઝનૂન અહિંસક પ્રયોગવીર સુદર્શન સાથે આ ચાર થતાં ઓસરી જાય છે અને તે પણ સુદર્શનની સાથે જઈને ભગવાન મહાવીરને શિષ્ય બને છે.
ભગવાન બુદ્ધ અને અંગુલિમાલ ? એવાજ એક ભયંકર લૂંટારાને પ્રસંગ બુદ્ધના જીવનમાં બને છે. જોકે તેમને એ રસ્તે જવાની ના પાડે છે. પણ બુદ્ધ જાય છે; અહિંસાની પ્રગાઢ શક્તિ અને બલિદાનમાં તેમને વિશ્વાસ છે. પરિણામે અંગુલિમાલ બુદ્ધને મારવા આવે છે પણ પાસે આવતાં જ તેમનાં ચરણોમાં નમી પડે છે.
આ બધાં પ્રસંગે વ્યક્તિ અહિંસાની સંપૂર્ણ શકિત અને નિર્વેર બલિદાન આપવાની ભાવના શું કરી શકે છે તે બતાવે છે.
ઉપગુખ ભિક્ષ અને અશક : અશકે હથિયાર પકડ્યાં, રાજ્ય છત્યાં પણ તેને ખરો આનંદ ન મળ્યો. જ્યારે કલિંગના યુદ્ધમાં તે કારણ દશ્ય જુવે છે ત્યારે ભિક્ષુ ઉપગુપ્ત પાસે આવે છે અને ત્યાં પહેલી વાર સંદેશ પામે છે “તેં લેહીથી દંડથી યુદ્ધથી લોકોને છત્યા; હવે તું પ્રેમથી લેકને જીત....લેકાના હૃદય ઉપર રાજ્ય કર!”
અશકે તે દિવસથી શસ્ત્ર સંન્યાસ કર્યો. જે કાર્ય અશાકની તલવાર ન કરી શકી તે કાર્ય અશોકની અહિંસા કરી શકી અને આજે પણ લોકો તેને ભૂલ્યા નથી.
આમ આ અહિંસાને પ્રયોગ વ્યાપક રીતે ચાલતો થયે; સમાજમાં તે માટે ભૂમિકાઓ કેળવાતી ગઈ. પરિણામે ગાંધીજીએ એ ભૂમિકા ઉપર રાજ્યની શકિતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સમસ્ત ભારતને સહયોગ મળે. એટલું જ નહીં લેહી રેડ્યા વગર
સ્વતંત્રતા મેળવવાની નવી વાત ઇતિહાસને પાને તેમણે લખાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com