________________
૧૩
રાખે. કારણ કે વિશ્વમાં રાજનીતિના ક્ષેત્રમાં અહિંસા લાવવી હેય તે આ રાજ્ય સંસ્થાને રીઢી મૂકવી ચાલે નહીં. ભૂલ સુધારવાની નમ્રતા
સામુદાયિક અહિંસાના પ્રયોગકારમાં ત્યારપછી જે ગુણ આવો જોઈએ તે છે ભૂલો સુધારવાની નમ્રતા. માણસે ભૂલ કરે છે, તેને સ્વીકારતા નથી; સ્વીકાર્યા પછી સુધારતા નથી. આમાંથી દાંડાઈજને છે. સાચા અહિંસાના પ્રયોગકારમાં એ વાત કયાંથી આવી શકે તે બીજાની ભૂલને પિતાની ભૂલે ગણુત હેઈને તેનામાં ભૂલ સુધારવાની નમ્રતા સહેજે હોય તો આ વાત બની શકે.
સન ૧૯૪૨ માં નેતાઓ પકડાઈ ગયા ત્યાર પહેલાં સરદારે અમદાવાદમાં સવાલનો જવાબ આપતાં કહ્યું: “આજસુધી જે કંઈ કર્યું હોય તે કરો.”
શ્રી. કિશોરલાલ મશરૂવાળા હજુ પકડાયા ન હતા. તેમણે હરિજન પત્રમાં લખ્યું: “જે ગાડીમાં લશ્કર જતું હોય અને એનાથી વધારે હિંસા થતી હોય તે તે ગાડીના પાટા જાહેરમાં ઉખેડી નાખો.” તેના કારણે પાટા ઉખેડવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું. ગાંધીજી પાસે આ બધી ખબર જતી, પણ તેઓ આગાખાન મહેલમાં કેદ હતા એટલે કંઈ કહી શકે તેમ ન હતા. જો કે શ્રી. કિશોરલાલભાઈએ એ નિવેદન અંગે પાછળથી પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
તે વખતે સૌરાષ્ટ્ર ખાતે કાર્યકરોમાં એક વાત અંગે મતભેદ ચાલતો હતો. બીજા લોકો કહેતા હતા કે પાટા ઉખાડીને ભૂગર્ભમાં ચાલ્યા જવું. પણ ગાંધીજીના અદના શિષ્યોને આ વાત ગળે ઉતરતી ન હતી. આમ તે તેઓ નાના કાર્યકરો જ હતા.
તે વખતે મારું ચોમાસું રાણપુર હતું. આ સેવકે સાથે આ ચર્ચા ચાલતાં હું વ્યથિત થયે. મેં ચર્ચા ચાલતાં કહ્યું : “ગાંધીજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com