________________
ગાંધીજીના પગ બોલતા બોલતા કાંપવા લાગ્યા. તેમની વાતની અસર થઈ. ગોખલેજી આવ્યા. તેમને ગાંધીજીએ વાત કરી. તેમણે પ્રમુખને વાત કરીને ઠરાવ પસાર કરી દીધે; વિશેષ ચર્ચા ન થઈ. આમ આ માણસ ધીમે-ધીમે આગળ વધ્યા; અંતે તે તેઓ કેગ્રેસના સર્વસ્વ થઈને રહી ગયા; પ્રમુખ બન્યા અને કોંગ્રેસનું અહિંસાની દિશામાં ઘડતર કર્યું.
જ્યારે ક્રિસ મિશન આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે કેગ્રેસ પ્રમુખને મળતાં પહેલાં ગાંધીજીને મળો. તે સીધા ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીએ કહ્યું: “કેગ્રેસના પ્રમુખ અત્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે; તે જે કરશે તેને જ બરાબર માનજે, હું તે એકદેશસેવક છું.”
તેણે મૌલાના આઝાદને બેલાવ્યા અને પોતે જે વિચાર્યું હતું તે મૌલાના આઝાદ પાસે કરાવ્યું. આમ સંસ્થા સાથે તેઓ અનુબંધ તે રાખતા જ હતા.
પૂનામાં ગાંધીજી કેંગ્રેસમાંથી નીકળી ગયા હતા, એ વાત તમે બધા જાણે છે. નીકળવાનું મૂળ કારણ એ હતું કે ગાંધીજીને આગ્રહ હતું કે કોંગ્રેસના બંધારણમાં સત્ય અને અહિંસાને દાખલ કરવા.
કેગ્રેસીઓનું કહેવું હતું કે “આ રાજકારણીય સંસ્થા છે. અમારે કેટલીક વસ્તુ ગુપ્ત રાખવી પડે...કયારેક હિંસક સાધનોથી આક્રમણ ખાળવું પડે !”
ગાંધીજીએ કહ્યું: “રાજકારણીય સંસ્થા ભલે રહે, પણ તેમાં કાવા-દાવા ન હોવા જોઈએ. લોક સંગઠનની મદદ વડે અહિંસા આવવી જોઈએ!”
મોટા ભાગના કેસી લેકે ન માન્યા અને સત્ય તેમજ અહિંસાને બંધારણમાં નહીં રાખીને “શાંતિમય બંધારણીય રીતે” આ શબ્દો મૂકયા. અહીં એ ન ભૂલવું ઘટે કે ગાંધીજી બંધારણીય રીતે ભલે કેસથી અલગ થઈ ગયા છતાં કોંગ્રેસ સાથે અનુબંધ તો છેવટ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com