________________
પણ લેકશક્તિના પ્રવાહને વાળવા માટે કોઈ વ્યવસ્થિત સંસ્થા જોઈએ કારણ કે ગાંધીજીને જગતના પ્રશ્નો લેવાના હતા. તેમણે સાધુ– સંસ્થા તરફ જોયું. સાધુઓ મોટા-મોટા વિદ્વાને અને પૂજનીય હતા પણ તેમને જઈને પૂછ્યું તો એમ જ કહ્યું કે “સામુદાયિક અહિંસાનું મહત્વ શાસ્ત્રોમાં લખ્યું છે. “અહિંસા પરમો ધર્મ –એ સૂત્ર અમે માનીએ છીએ.” પણ, આચરણમાં કંઈક જુદું હતું. સાદામાં સાદે પ્રશ્ન આવે તે હિંસા-અહિંસા વચ્ચે ઝોલા ખાતા હતા. સંપ્રદાયની જાહોજલાલી કે બીજી સંપ્રદાયોનાં ખંડન માટે હિંસા જ વપરાતી હતી. એક મા અહિંસક હોય છે પણ બાળક રડે તો તરત લપડાક લગાવી દે, હિંસાને ઉપયોગ કરે. તેમ સાધુ સમુદાય પાસે અહિંસાની બધી વાત હતી પણ માનવ સાથેના આચરણમાં કે અનુભવમાં આવેલી અહિંસા બહુ જ ઓછી હતી.
એટલે, ગાંધીજી કે ગ્રેસમાં પિઠા, પણ, પછી વિચાર આવ્યું કે આમાં સત્ય, અહિંસા બતાવીશું શી રીતે? કોગ્રેસમાં જતાં પહેલાં તેઓ એના સામાન્ય સભ્ય બન્યા, સ્વયંસેવક બન્યા. પોતે બેરિસ્ટર હતા; પણ અભિમાન ગાળી નાખ્યું. આ શક્તિશાળી માણસ સંસ્થાને શા માટે ન ગમે? પ્રમુખને ભલામણબાજીમાંથી ફુરસદ ન હતી તે ગાંધીજીએ તેમના બટન બીડી દીધા; કાગળિયાં વેરવિખેર રહેતા તે સરખા ગોઠવી દીધા. તેમણે કાર્યકર્તાઓના મનમાં સ્થાન જમાવી લીધું.
તેમને ઊંડાણમાં ઊતરતાં લાગ્યું કે આફ્રિકાને આવી હિંદની મહાન સંસ્થા દ્વારા મદદ કરાવવી જોઈએ; પણ તે થાય કેવી રીતે ? કોંગ્રેસમાં ઠરાવ થાય તોયે ઘણું થાય.
આફ્રિકામાં તે તેમણે અહિંસાને પ્રયોગ કર્યો હતો એટલે અનુભવ હતા જ. તેમણે વાત રજુ કરી અને લેકોએ તેમને બેસવા માટે કહ્યું. ગાંધીજીને લાગ્યું કે આ વિદ્વાનો આગળ મારે શું બોલવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com