________________
આજે વીસ દેશોએ એટમ–બમ બનાવ્યા છે. એટલે શ્રી કૃષ્ણમેનને કહ્યું કે હવે એટમ બમ નકામાં થઈ ગયાં છે. એટલે શિખર પરિષદ યોજવાની વિશ્વના મોવડીઓ વિચારણું કરે છે. આ એકંદરે શસ્ત્ર-હિંસાને પરાજય જ છે. તે છતાં શાંતિ ન મળતાં લોકે હિંસા તરફ વળે એ એટલું જ સહજ છે.
એટલે અહિંસામાં માનનારા લેકેને પિતાની નિષ્ઠા વધારે દૃઢ બનાવવી પડશે. ઘરમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો વડીલે ચર્ચા કરે એમ અહીં પણ સાધુ-શિબિરમાં વિશ્વશાંતિને પ્રશ્ન ચર્ચવાને છે. જો કે બધી કક્ષાના સંતે નથી આવ્યા પણ અહીં સુંદર પ્રતિનિધિત્વ દરેકનું રજુ થાય છે. એટલે આપણી પાસે દરેકને વધારે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે.
અહીં સામુદાયિક અહિંસક પ્રયોગની છણાવટ કરી તેની નિષ્ઠા વધે એ જોવાનું છે. સાથે જ ઠેર ઠેર તપ-ત્યાગ બલિદાન દ્વારા પ્રજા અને સંસ્થાઓને સાથે લઈને તે અંગે વાતાવરણ સર્જવાનું છે.
ચર્ચા-વિચારણા એક પ્રસંગ :
શ્રી દેવજીભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : સાસુદાયિક અહિંસા-પ્રયોગની પિતાની અસર છે-કાયમી અસર છે.
ભચાઉને એક પ્રસંગ મને યાદ છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ, ભાવનગર વગેરે શહેરના કારણે ફી વધારા સામે વિદ્યાથીઓ આંદોલન ચલાવી રહ્યા હતા. અમારે ત્યાં સ્થાનિક-વિદ્યાર્થીઓને પણ એને નાદ લાગ્યો. તેમણે અશુદ્ધ સાધનેને આશરો લઈને ત્યાં પણ હડતાળ પડાવી. ગાળો ભાંડીને કે પત્થર મારવાની ધમકીથી બધી દુકાનો બંધ કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com