________________
૧૫
કેની પાસે વધારે આશા?
આવો જ પ્રયોગ - સામુદાયિક અહિંસાને પ્રયોગ આખા વિશ્વના ધારણે થાય તે જ શાંતિ – સુખ આવી શકે છે. એટલે આવા પ્રયોગની આશા કઈ સંસ્થા પાસે વધારે રાખી શકાય?
એ માટે ઘડાયેલી સાધુ-સંસ્થાના સભ્યો પાસે જ વધારે આક્ષા રાખી શકાય! તેઓ જ સમાજમાં રહીને સમાજ વડે કે સંસ્થાઓ વડે સામુદાયિક અહિંસાને પ્રયોગ કરાવી શકે તેમ છે.
ઘણાને એમ થશે કે ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ વિ. સાધુ સંસ્થામાં ન હતા, છતાંય ગૃહસ્થમાં સાધુતાવાળા એ પુરુષો આ પ્રયોગ કરી શક્યા તે પછી સાધુ બનવાની જરૂર શી છે? પણ, આપણે એવા પુરુષો વિરલ જ શું–અને અપવાદને કાયદે વહેવારમાં ન લાગુ કરી શકાય. સાથે એ પણ જોવાનું છે કે દરેક ગૃહસ્થ આ કાર્ય કરી શકતું નથી. આવો પ્રયોગકાર કાંતે સંતકેટિને હશે કાંતો વાનપ્રસ્થી હશે.
ઉપરાંત અહિંસાને સામુદાયિક પ્રયોગ કરવો એટલે હિંસક-તામસી પ્રવૃત્તિઓનું નિયંત્રણ આવું ! આ કાર્ય કેવળ સુસાધુ જ કરી શકે કરાવી શકે તેમ છે. ઘણીવાર નેતાઓને જ્યાં પ્રભાવ નથી પડત ત્યાં સંત–સાધુઓને પ્રભાવ પડે છે. ખાસ કરીને નૈતિક જીવન ઘડતરમાં.
દરેક માણસ શાંતિ ઈચ્છે છે પણ તેને શાંતિનું વાતાવરણ મળતું નથી એટલે તે હિંસા કે અશાંતિ તરફ ખેંચાય છે. સામ્યવાદીઓ પણ હમણું-હમણુ શાંતિની, શસ્ત્ર-સંન્યાસની વાત કરવા લાગ્યા છે, એ અહિંસાના વાતાવરણને જ પ્રભાવ છે ને?
આવું વાતાવરણ અહિંસક વાતાવરણ સામુદાયિક પ્રયોગ કરી દરેક ક્ષેત્ર ઊભું કરવાની જરૂર છે. તે થતાં જગતનાં સંગને બદલતાં વાર નહીં લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com