________________
અયુગ અને અહિંસાના પ્રયોગ
આજના અણુયુગમાં તે અહિંસાના સામુદાયિક પ્રયોગોની વધારે જરૂર છે. અણુયુગમાં ભયાનક શસ્ત્રો પોતાના હાથમાં હોવા છતાંયે પ્રત્યેક શકિતશાળી રાષ્ટ્ર વિનાશના સતત ભય નીચે જીવે છે. રખે કઈ જાસુસ ફૂટી જાય તે રખે પિતાનાજ શસ્ત્રાગારમાં કોઈ ચિગારી ચાંપી દે તે? એ અણુબોમોની સંહારક શક્તિને ખ્યાલ
એટલો બધે એના માલિકને છે કે તેઓ સતત ભયના વાતાવરણ વચ્ચેજ જીવતા હોય છે, તેમજ દરેક એકબીજાને શંકાની નજરે જુએ છે! ત્યારે ઈતર પ્રજા માટે તો ભયંકર વિનાશની ધુજારી મેળવે છે. આવા સમયે જે અહિંસાના સામુદાયિક પ્રયોગો થાય, એવા પ્રયાગ વીરે પાકે એ ઘણી જ આશાજનક વસ્તુ ગણાવી જોઈએ. જગતની એવા પ્રયોગો તરફ આશાભરી મીટ મંડાયા વગર નહીં રહે.
ગયે વખતે રવિશંકર મહારાજ શાંતિ સૈનિકે વિષે બોલ્યા હતા. ઘણને એમ થશે કે આ શાંતિ–સૈનિકે એટલે શું? રાજ્ય પાસે સૈનિકે હેાય છે; અનામત (Reserved) લશ્કર હોય છે. તે હરેક પ્રસંગે કામ કરી શકે છે તે છતાં શાંતિ-સૈનિકોની શી આવશ્યકતા છે ?
લશ્કર, લશ્કરની ઢબે કામ કરી શકે-કદાચ તે હિંસાથી; ગોળીબારથી શાંતિ આણી શકે, પણ સાચી હૃદયની શાંતિ તે સાચે અહિંસક જ આણી શકે. તેજ દુઃખીઓના દુઃખને દૂર કરી શકે અને આંસુઓને લૂછી શકે.
શોલાપુરથી શ્રી જીજૂજી આવ્યા હતા. તેમણે કહ્યું કે આજે પુનામાં શાંતિસૈનિકોની વધારે જરૂર છે. આમ તે આવે વખતે રાહત આપી શકાય; મદદ મોકલી શકાય પણ ઘેર ઘેર જઈને ધીરજ, આશ્વાસન કે સક્રિય રીતે મદદ કરનારનું મૂલ્ય વધારે છે. એની હાજરી જ પ્રસંગેથી પીડાયેલા લેકેને પ્રેરણા આપનારી બને છે. એવા શાંતિ સૈનિકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com