________________
જેમ પૂનામાં જરૂર છે–તેમ જબલપુરમાં જરૂર છે–આસામમાં પણ જરૂર છે. આ શાંતિ સૈનિકો સાચા અહિંસક પ્રયાગવીર હશે અને તેઓ જનતા પાસે એવા પ્રયોગો કરાવનારા હશે. અહિંસક પ્રયાગકારની યોગ્યતા
આપણે જે અહિંસાના પ્રયોગોની વાત કરીએ છીએ તેમાં સામુદાયિક અહિંસક પ્રયોગકારની વાત કરીએ છીએ. એ પ્રયોગકાર કેવો હોવો જોઈએ? આ પ્રયોગકાર જાતે સંપૂર્ણ અને પાકે અહિંસક હોવો જોઈએ. એનું પ્રત્યક્ષ દર્શન લેકીને તેના તરફ ખેંચનારૂં હોવું જોઈએ. જે જાતે અહિંસાને આચરતે હેય તેને પ્રભાવ કંઈક ઓર જ હોય છે.
ગાંધીજીનું પ્રવચન રેડિયોથી સાંભળી શકાય છે, પણ ગાંધીજીને આંખ આગળ બોલતા જેવા–એને પ્રભાવ કંઈક ઓર જ પડે છે. આ પ્રભાવ તેજ વ્યક્તિ પાડી શકે જ્યારે તે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમી શકે. આ વસ્તુ લેકે માને છે એટલી સહેલી નથી.
ગાંધીજીના બહેન તે રળિયાત બહેન, તેઓ આશ્રમમાં રહી શક્યા નહીં. ગાંધીજી અસ્પૃશ્યતા વગેરેમાં માનતા હતા. તેથી તેમના બહેન કહેવા લાગ્યાં“તમે આભડછેટ વગેરેમાં માનતા નથી એટલે હું તમારી સાથે આશ્રમમાં રહી શકવાની નથી.”
ગાંધીજીને બહેન પ્રત્યે પ્રેમ અપાર હતે પણ જ્યાં સિદ્ધાંતની વાત આવી ત્યારે તેમણે સાફ કહી દીધું: “તમારે જવું હોય તો જાવ; પણ હું મારા સિદ્ધાંત નહીં છોડી શકું.”
બહેનને એમ થતું હતું કે જામેલી પ્રતિષ્ઠા કઈ રીતે છેડી શકાય? પણ ગાંધીજીએ જામેલી પ્રતિષ્ઠાને ઠોકર મારી અને સિદ્ધાંતને સાચવ્યો હતે. જાતે અહિંસક
એ પ્રયોગકાર જાતે અહિંસક હવે જોઈએ. જ્યાં સુધી કે પિતે આદર્શોનું પાલન ન કરે, ત્યાં સુધી તેમને લેકમાં પ્રભાવ પડતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com