________________
અને હીરવિજયસૂરિજી; માલવામાં આચાર્ય સુહસ્તિગિરિજી અને આચાર્ય સિદ્ધસેનજી; તેમજ દક્ષિણ ભારતમાં આચાર્ય સંમતભદ્રજી વગેરે અનેક આચાર્યોએ રાજા-રાણા ઠાકુર અને જમીનદારોને પ્રતિબધી, અનેક હિંસાજનક પ્રથાઓ બંધ કરાવી. એમની પરિપાટીએ ચાલી જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા. જેનદિવાકર ચૌથમલજી મ. સા. વિગેરે મુનિવરોએ પણ અનેક રાજા–જાગીરદાર–જમીનદારોને પ્રતિબધી અમારિપડહ અમુક દિવસ માટે વગડાવ્યો. આજે પણ મૂક–પશુઓનું બલિદાન રોકવા માટે ઘણું પ્રયત્ન થઈ રહ્યા છે.
આ બધી બાબતોને પડો વિશ્વના ચોગાનમાં પડ્યા વગર રહ્યો નહીં, પ્રેસિડેંટ એબ્રાહમ લિંકન જેવાએ પશુ-દયાથી પ્રેરાઈને પ્રાણીઓ સાથે થતી હિંસક ક્રરતા અને ગુલામેના ખરીદ વેચાણ અને તેમની સાથે થતા અમાનુષિક વ્યવહાર રોકવા માટે અમેરિકામાં કાયદે આણે. તેનું અનુકરણ અન્ય દેશોમાં પણ થયું અને S. P. C. I. (society to prevent cruelty towards animals) પશુઓ સાથે થતી કુરતા રોકનાર સંઘ અનેક દેશોમાં અસ્તિત્વમાં આવ્યા.
મહાત્મા ગાંધીજીએ પિતાના યુગમાં એક તરફ બ્રિટીશ સરકારની શેષણનીતિ તેમજ ભારતીય પ્રજા ઉપર થતા અન્યાય વિરૂદ્ધ અહિંસાને સામુહિક પ્રયોગ કર્યો. ત્યાં દેશમાં પછાત, દલિત અને પીડિત વર્ગ તરફ થતા અત્યાચારને દુર કરવા માટે પણ અહિંસક ઢબે પ્રતિકાર કર્યો. કેટલીક વાર તો આમરણ અનશન કરીને પ્રાણેને પણ હોડમાં મૂકી દીધા. ત્યારબાદ વિનોબાએ ભૂદાન વડે જબર્દસ્ત અહિંસક પ્રાગ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું છે કે વિશ્વ “ન છુટૐ હિંસા કરવાના–સંઘર્ષ કરવાના” મુદ્દા ઉપર વિચારતું થયું છે.
અગાઉના કાળમાં જે પ્રયોગો થયા હતા તે મોટે ભાગે વ્યક્તિગત હતા પણ આજે સામુદાયિક અહિંસાના પ્રયોગની જરૂર છે, એટલું જ નહીં ગાંધીયુગે તે માટેની ભૂમિકા પણ રચી છે. આજે સામુદાયિક અહિંસાને પ્રયાગ નવા પ્રયોગ રૂપે નથી રહ્યો. તે છતાં એને અર્થ સ્પષ્ટ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com