________________
અલગ અલગ વ્યવસાયે શરૂ કરાવ્યા. કેઈ બળવાન, કોઈ દુર્બળ ઉપર અત્યાચાર ન કરી બેસે, કુટુંબ અને સમાજની વ્યવસ્થાઓ સુંદર રીતે ચાલતી રહે, તે માટે તેમણે જુદા જુદા ધંધાઓ-કાર્યોમાં આખાય સમાજને લગાડ્યો. સમગ્ર સમાજનું સંચાલન કરવા માટે કાયદા કાનૂન ન્યાય, અને મર્યાદાઓની ગોઠવણ કરી. પિતે સમાજ સંસ્કારક અને રાજ્યસંચાલક બનીને તેમણે પ્રજાનું હિત સાધ્યું. આ બધી બાબતો ભવિષ્યમાં વધનારી હિસાને અટકાવવા અને અહિંસાની પ્રતિષ્ઠાપના કરવાને જ પ્રવેગ હતો.
તેમના સમયમાં ભરત બાહુબલિનું કંદ યુદ્ધ; એ પણ અહિંસા તરફનું પગલું હતું. બન્ને રાજાઓની સેના ન લડે પણ બન્ને રાજાએ જ બળ અજમાવી લે...! એમના પગલે ત્યારબાદના ઘણા રાજાઓના ઠંદ યુદ્ધોની વાત આવે છે.
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના કાળમાં યજ્ઞોમાં ધર્મના નામે પણ મૂંગા પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું. મેટા મોટા યજ્ઞ સમારંભે બ્રાહ્મણે અને ક્ષત્રિયે મળીને કરતા હતા. નારી-જાતિ અને શૂદ્ર વર્ણ સાથે પણ ઘર અન્યાય થતો હતો. તે વખતે ભગવાન મહાવીરે અને બુધે આ હિંસાઓને પ્રતિકાર કર્યો; અનેક ક્ષત્રિય અને બ્રાહ્મણોને સમજાવી ઘોર હિંસાઓ બંધ કરાવી. યજ્ઞમાં માનવ બલિના બદલે આજે ફળ-ફુલ વગેરે ચઢાવવામાં આવે છે, તે આ પ્રયાસનું પરિણામ છે. તે સિવાય તે યુગમાં થતી દાસ દાસી
ક્ય-વિયની ધાર હિંસક પ્રથાને પણ અભિગ્રહ (સૌમ સત્યાગ્રહ) દ્વારા બંધ કરાવી.
તે છતાં ક્ષત્રિામાં નિર્દોષ પશુઓને શિકાર કરવા તેમજ તેવી દેવોના નામે મૂંગા જનાવરનું બલિદાન આપી; સુખભેગા કરવાની વૃત્તિ પૂરી રીતે ગઈ ન હતી. આ પ્રકારની હિંસાને દૂર કરવા માટે મારવાડમાં આચાર્ય રત્નપ્રભસૂરિજી, ગુજરાતમાં આચાર્ય હેમચંદ્રસૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com