Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 15
________________ પ્રેમને કેળવી શકે ! એવી શક્તિ કેવળ અહિંસામાં રહેલી છે; અથવા અહિંસા દ્વારા પ્રરૂપિત પ્રયોગોમાં રહેલી છે. કોમી રમખાણે વચ્ચે શાંતિ–સેન; યુદ્ધ વખતે રેડક્રેસ અને વિશ્વશાંતિ માટે સમજૂતીપૂર્વકની મધ્યસ્થતા. એ તરફ જગત મીટ માંડીને રહે છે ત્યારે અણુપ્રયાગની વિનાશક શકિતને ચિતાર વાંચીને કાંપી ઊઠે છે? આનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને અંત ન આવે તે માટે સતત મથતા હોય છે. જીવનના દરેક ક્ષેત્રમાં જીવનને ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન થત જેવામાં આવે છેનાનામાં નાની કીડીઓ પણ પિતાના અસંખ્ય ઈંડાઓને ટકાવી રાખવા માટે મથતી હોય છે. જીવનનું આ સ્પંદન દરેક સ્થળે જોવા મળે છે. એ જીવન સંધર્ષમાં જ્યાં પિતાના અસ્તિત્વની વાત આવી, ત્યાં બીજાને ટકાવી રાખવાની પણ વાત આવી છે. એ અહિંસા છે અને તેના સામુદાયિક પ્રયોગ સંપૂર્ણ માનવ– સમાજ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જુદી-જુદી રીતે જુદા-જુદા દેશે અને યુગોમાં પણ થયા..! સમાજ, કાયદો, ન્યાય, સજા અને અંતે ધર્મ એ આ મહાન પ્રયાગોના પરિણામ સ્વરૂપે જ આવ્યા છે. પ્રાચીન ભૂમિકા : ભગવાન ઋષભદેવના કાળથી અહિંસાને ક્રમિક વિકાસ સધાતો રહ્યો છે. તે આપણે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસથી જાણી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે તેમાં અહિંસાના વિકાસને હમેશાં પ્રધાનતા આપવામાં આવી છે. ભગવાન ઋષભદેવે સમાજ-રચના કરી. તેમણે લેકેને માંસાહાર તરફથી વનસ્પતિ–આહાર તરફ વાળ્યા અને ખેતી, પશુપાલન વગેરે શીખવાડ્યા. પરસ્પરમાં વ્યવસાયિક ઝઘડાએ ન થાય તે માટે તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 212