________________
પ્રેમને કેળવી શકે ! એવી શક્તિ કેવળ અહિંસામાં રહેલી છે; અથવા અહિંસા દ્વારા પ્રરૂપિત પ્રયોગોમાં રહેલી છે. કોમી રમખાણે વચ્ચે શાંતિ–સેન; યુદ્ધ વખતે રેડક્રેસ અને વિશ્વશાંતિ માટે સમજૂતીપૂર્વકની મધ્યસ્થતા. એ તરફ જગત મીટ માંડીને રહે છે ત્યારે અણુપ્રયાગની વિનાશક શકિતને ચિતાર વાંચીને કાંપી ઊઠે છે?
આનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને અંત ન આવે તે માટે સતત મથતા હોય છે. જીવનના દરેક ક્ષેત્રમાં જીવનને ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન થત જેવામાં આવે છેનાનામાં નાની કીડીઓ પણ પિતાના અસંખ્ય ઈંડાઓને ટકાવી રાખવા માટે મથતી હોય છે. જીવનનું આ સ્પંદન દરેક સ્થળે જોવા મળે છે. એ જીવન સંધર્ષમાં જ્યાં પિતાના અસ્તિત્વની વાત આવી, ત્યાં બીજાને ટકાવી રાખવાની પણ વાત આવી છે.
એ અહિંસા છે અને તેના સામુદાયિક પ્રયોગ સંપૂર્ણ માનવ– સમાજ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જુદી-જુદી રીતે જુદા-જુદા દેશે અને યુગોમાં પણ થયા..! સમાજ, કાયદો, ન્યાય, સજા અને અંતે ધર્મ એ આ મહાન પ્રયાગોના પરિણામ સ્વરૂપે જ આવ્યા છે. પ્રાચીન ભૂમિકા :
ભગવાન ઋષભદેવના કાળથી અહિંસાને ક્રમિક વિકાસ સધાતો રહ્યો છે. તે આપણે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસથી જાણી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે તેમાં અહિંસાના વિકાસને હમેશાં પ્રધાનતા આપવામાં આવી છે.
ભગવાન ઋષભદેવે સમાજ-રચના કરી. તેમણે લેકેને માંસાહાર તરફથી વનસ્પતિ–આહાર તરફ વાળ્યા અને ખેતી, પશુપાલન વગેરે શીખવાડ્યા. પરસ્પરમાં વ્યવસાયિક ઝઘડાએ ન થાય તે માટે તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com