________________
[ 1 ]
સામુદાયિક અહિંસા પ્રયોગની અનિવાર્યતા
ભારત વર્ષમાં પ્રાચીન કાળથી આજ સુધી અહિંસાના અનેક પ્રાગે થતા રહ્યા, તેનું કારણ એ છે કે ભારત અહિંસા પ્રધાન દેશ રહ્યો છે. જંગલમાંથી માનવસમાજ જેમ-જેમ નગર કે ગ્રામ તરફ આવતો રહ્યો તેમ તેમ તેણે સુસંસ્કૃત થવા માટે પ્રયત્નો કર્યા. પરિણમે ધીમે ધીમે માણસને એમ લાગ્યું કે “હિંસા કરતાં કંઈ પણ એક એવી વસ્તુ પ્રબળ છે જે માણસ જ નહીં હિંસક પશુને પણ વશ કરી શકે છે.” આ હતી અહિંસા. આ અહિંસાને પ્રયોગ અહીંના ભારતના લેકજીવનમાં ઋષિ-મુનિ તેમ જ મહાન યુગપુરૂષોએ સક્રિય રીતે કર્યો. તેમણે અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાઓ કરી; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને તેમણે ચિંતન કર્યું. તેથી કુટુંબથી લઈને સમાજ, અર્થ, રાજનીતિ, શિક્ષણ, સંસ્કૃતિ ગ્રામથી લઈને રાષ્ટ્ર અને વિશ્વ સુધી દરેક બાબતને અહિંસાની દૃષ્ટિએ ઉકેલ આ અને અહિંસાને ઉત્તરોત્તર પ્રગતિશીલ બનાવી.
આજના યુગે તેના પ્રયોગની અનિવાર્યતા ઘણા કારણોસર જરૂરી છે. એક તરફ તે સામ્રાજ્યવાદી મનવૃત્તિના કારણે જૂની પ્રજા, નવી જાગૃત પ્રજાને સ્વશાસન આપવા માગતી નથી; બીજી તરફ શાસનની પડાપડી માટે સમસ્ત વિશ્વમાં જે ખૂનામરકી થાય છે, તેમ જ વૈજ્ઞાનિક સંહારક અસ્ત્રોની હરિફાઈ– આ બધાં તત્ત્વ વચ્ચે માનવજીવન ગુંગળાઈને મરી રહ્યું છે. સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ ગમે તે વાદ આવે પણ શું એ માટે સતત હિંસક-સંઘર્ષ જરૂરી છે? શું એનાથી કાયમી શાંતિ આવશે? વીસમી સદીને ઈતિહાસ જેવા જશું તે આપણને એ સ્પષ્ટ જણાશે કે કાયમી શાંતિ માટે કાઈ એવા તત્ત્વની જરૂર છે જે જગતમાં પરસ્પર વિશ્વાસ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com