________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
નનામા
-
* *
ના ઉત્તમ પુષેિ મંગાવે અને ત્રણ ભેદે કરીને પ્રભુની પૂજા રચાવે. ૧. પછી પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને શ્રી શ્રુતજ્ઞાનની યાચના કરે કે જેથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મ. ભાગ્યે જાય-નષ્ટ થાય. એ શ્રુતજ્ઞાનાવરણયના ક્ષય, ઉપશમ ગુણ જેમ જેમ પ્રાપ્ત થાય છે તેમ તેમ આત્માને તે પ્રકારને જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૨. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કેઈ જીવને થતી જ નથી અને એ પ્રકારના બે જ્ઞાન પ્રગટ થાય તે સમતિવંતપણાની પ્રત્યક્ષ નિશાની છે. (કારણ કે સમકિતી જીવને જ મતિજ્ઞાન ને શ્રુતત્રિજ્ઞાન થાય છે; મિથ્યાત્વીને તે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.) જેમ હંસ ક્ષીર–નીરને જૂદું પાડે છે તેમ એ શ્રુતજ્ઞાન જ કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પિયાપેય વિગેરે જણાવે છે–સમજે છે. ૩. ગીતાર્થપણું પ્રાપ્ત થયા સિવાય અર્થાત શ્રુતજ્ઞાનની સમયાનુસાર પૂર્ણ પ્રાપ્તિ થયા સિવાય ઉગ્ર વિહાર કરનાર તેમ જ મોટા તપ તપનાર મુનિ પણ બહુળસંસારી થાય છે. અલ્પાગમ એટલે અલ્પષ્ણુતવાળા જીવ જે તપ કરે છે તે કલેશરૂપે છે, એવું શ્રી ધર્મદાસગણિનું પ્રમાણિક વચન છે. ઉપદેશમાળામાં તે પ્રમાણે તેમણે કહેલ છે તે દયાનમાં રાખવું. ૪. એ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે ને વીશ ભેદ પણ છે. બીજી બધી હકીકત મતિજ્ઞાન પ્રમાણે સમજવાની છે. મતિશ્રુતજ્ઞાની કેવળજ્ઞાન પામીને એક સમયે ઉત્કૃષ્ટ ચાર મેક્ષે જાય છે. એવા શ્રુતકેવળીને શુભવીર–વીરવિજયજી વધાવે છે. પ.
શ્રુતજ્ઞાનના ૧૪ તથા ૨૦ ભેદ ૧ અક્ષરકૃત, ૨ અનક્ષરદ્યુત, ૩ સંજ્ઞીશ્રત, ૪ અસંજ્ઞીશ્રુત,
* જળના સ્થળના અને જળસ્થળના ઉપજેલા પુષ્પાવડે એમ ત્રણ પ્રકાર, અંગપૂજા, અગ્રપૂજા ને ભાવપૂજા-એમ ત્રણ પ્રકાર અથવા જધન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકાર સંભવે છે.
For Private and Personal Use Only