________________
(૧૦૭). ૬. લે. ૧૭૬, પૃષ્ઠ ૩૩૭ નીચેની ફટનેટમાં, “જવણપુર ” એ હારીજ ' પાસેનું “ જમણપુર ” હોવાની સંભાવના કરેલી છે. પરંતુ ૫. પી. માં આવેલ “ જૈનપુર ' જિલ્લાનું મુખ્ય શહેર “ જૈનપુર ” હાલ વિદ્યમાન છે, તે આ “ જવણપુર ” હેવાની કલ્પના વિશેષ બંધબેસતી જણાય છે. “ બનારસીદાસ ' કવિ થઈ ગયા છે તે આ “ જોનપુર ” શહેરના રહેવાસી હતા.
૭. લે૨૨૫, પૃષ્ઠ ૩૩૪ નીચેની ફટનટમાં, “ કાઠીઆવાડ માં આવેલા “ અમરેલી એની પાસેનું “ આંબા ' ગામ, તે આ “ આંબઈનગર” હોવાની કલ્પના કરી છે, પણ તે ઠીક નથી. આ લેખમાં “લાડવાશ્રીમલિ ' જ્ઞાતિનું તથા “ભરૂચ ', “ જંબુસર ', “આમલેસર” વગેરે ગામનાં નામે આવતાં હોવાથી આ “આંબઇનગર , “ભરૂચ” કે “સુરત” જીલ્લામાંનું કોઈ ગામ હોવું જોઈએ.
૮. લે. ૨૨૯, પૃષ્ઠ ૩૪૦ ની નીચેની ફટનટમાં, “વેલાપલ્લી ” તે “ કાઠીઆવાડ માં આવેલું “ વેરાવળ બંદર ” હેવાની કલ્પના કરી છે; પરંતુ તેના કરતાં “આબુ ”ની નજીકમાં “હણુકા” અને “સિરોહી” ની અધવચ્ચે આવેલા “મેડા ' નામના ગામથી ત્રણ માઈલ દૂર “વેલાંગડી ” નામનું ગામ છે, (અહીં જિનાલય, ઉપાશ્રય અને શ્રાવકોનાં ઘર વગેરે છે.) એ આ “વેલાપલ્લી ” હોવાની કલ્પના ( લાંગડી આબુની નજીકમાં હોવાથી ) વધારે બંધબેસતી લાગે છે.
૯. લે. ૨૩૦, પૃષ્ઠ ૩૪૧ ની ફટનેટમાં, “દેવપત્તન ” તે “ કાઠીઆવાડ "માં આવેલું “ પ્રભાસપાટણ' હોવાનું જણાવ્યું છે, પરંતુ તે કદાચ “ આબુ ” ઉપરનું અથવા “મેવાડ નું “દેલવાડા ” પણ હોઈ શકે. ખાસ કરીને આબુ ઉપરનું દેલવાડા હોવાની વિશેષ સંભાવના થઈ શકે છે. તે સમયમાં ત્યાં શ્રાવકાની સારી સંખ્યામાં વસ્તી હતી.
૧૦. લે. ૨૩૪, પૃષ્ઠ ૩૩૬ ની બીજી ફટનટમાં, “ ચંદેરી ” ગામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org