________________
લૂણવસહીના લેખે.
૪૪૧ ૧ શ્રી શત્રુંજય મહાતીર્થમાં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા, શ્રીનંદીશ્વર દ્વીપની રચનાવાળા, શ્રેષ્ઠ ચૈત્યના પશ્ચિમદિશાના મંડપમાં દંડ–કલશાદિથી યુક્ત દેવકુલિકા ૧ અને શ્રી આદિનાથ ભ.નું બિંબ ૧.
૨ એ જ (શ્રી શત્રુંજય તીર્થમાં મહામાત્ય શ્રી તેજપાળે બંધાવેલા શ્રી સત્યપુરીય શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં એક બિંબ અને ગેખલે ૧.
૩ વળી એ જ (શ્રી શત્રુંજય ) તીર્થમાં બીજી દેવકુલિકામાં ગોખલા બે, પાષાણુનું બિંબ ૧ અને ઇષભદેવાદિ ચેવિશી ૧. - ૪ એ જ (શ્રી શત્રુંજય) તીર્થના મંદિરના ગૂઢમંડપના પૂર્વ દ્વારમાં એક ગોખલે, તેમાં બે મૂર્તિઓ, અને તે ગેખલાની ઉપર શ્રી આદિનાથ ભટ નું બિંબ ૧.
૫ શ્રી ઉજજયંત-ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથના પાદુકામંડપમાં એક ખેલ અને શ્રીનેમિનાથ ભ. નું બિંબ ૧,
ત્ર “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજાના અવલોકનના પૃષ્ઠ ૧૧૯ માં છે ને અર્થ કૌસમાં (આબુ તીર્થ) કરેલો છે, તે ઠીક નથી,
વ શબ્દથી તેના ઉપર જે તીર્થનું નામ આપેલું છે, તે લેવાનું છે. અવલોકન પૃ. ૧૨૧માં “ સા. લાહડે પિતાના કુટુંબ સાથે શું કરાવ્યું છે તે લેખમાં જણાવ્યું નથી.” એમ લખ્યું છે પણ તે ઠીક નથી સા. લાહડે અને તેના કુટુંબે માત્ર આ લેખવાળી દેરી જ નહીં પણ આ લેખમાં જણવેલાં બધાં કાર્યો કરાવ્યાં છે, એમ સમજવાનું છે. એના જ પૃષ્ઠ ૧૨૩ માં છે “ ચઉકિયા ને અર્થ કૌસમાં શંકાચિહ્ન સાથે “વેદીઓ” આપેલ છે. “ ચઉયિા ને અર્થ વેદીઓ નહીં પણ “ચેકીએ ” કરવાનો છેથાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org