________________
પ૦૪
અવલોકન.
ચતુર્મુખ મંદિરના ઉત્તર દ્વારમાં વિરાજમાન કરવા માટે મૂળનાયક
(મુખ્ય મૂળનાયકની) કરાવી હોય તેમ લાગે છે. તેના લેખવાળી અહીં ફક્ત એક જ મૂર્તિ છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ છે અને શ્રીજયકલ્યાણસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ બધી વાતે, ઉપર આપેલા એ જ મૂળનાયકના લેખથી સુસ્પષ્ટ રીતે જાણી શકાય છે. ગુ. ગુ. ૨. કા, સર્ગ ૩,
લે. ૭૭ માં પણ લખ્યું છે કે-સં. સહસાએ અચલગઢમાં ૧૨૦ મણ ધાતુની મુખ્ય મૂળનાયકની એક મૂર્તિ નવી કરાવી હતી. અને બીજાં દ્વારેનાં મૂળનાયક માટે ત્રણ મૂર્તિઓ બીજે ઠેકાણેથી લાવ્યા હતા, વિશેષમાં ગુ. ગુ. ૨. કા, સર્ગ ૩ માં લખ્યું છે કે-“ સં. સહસાએ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશને હૃદયમાં ધારણ કરીને, ન્યાયથી ઉપાર્જન કરેલા પિતાના દ્રવ્ય વડે સિરોહીના મહારાવ લાખા (મહારાવ લાખાને બદલે તેમના પુત્ર મહારાવ જગમાલ જોઈએ કેમકે સં. ૧૫૪૦ થી ૧૫૮૦ સુધી મહારાવ જગમાલ સિરોહીની ગાદી પર હતા અને આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૬૬ માં થઈ હતી. ) ની અનુમતિ લઈને અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું. ”
સંધવી સહસાબે લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને, મોટા ઠાઠ સાથેને, સંધ કાઢી, અચલગઢ આવી મોટી ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખ રૂપિયા કે સેનામહોરે ખર્ચા હતી, એ નિઃસંદેહ વાત છે. સં. ૧૭૪૬માં શ્રીશીલ વિજયજીએ રચેલ તીર્થમાલાની કડી ૪૫ માં લખ્યું છે કે-સં. સહસાએ આ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સેવકે ( સેવક, ભોજક આદિ યાચકે )ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું. આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે સં. સહકાએ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કેટલું ધન ખર્ચ્યુ હશે અને તે કેટલો ઉદાર-દાનવીર હશે? તેમજ સં. સહસાએ અચલગઢ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org