________________
અચલગઢના લેખે.
૫૦૦તેમાંના શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટધર શ્રી રત્નશેખરસૂરિના પટ્ટધર (શ્રી સોમદેવસૂરિ પ્રમુખ પરિવારથી પરિવરિત એવા) શ્રી લક્ષ્મીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ડુંગરપુરના શ્રી સંઘના મૂત્તિઓ બનાવરાવવાના પ્રારંભ–પ્રયાસ પ્રસંગે આ મૂર્તિ મીસ્ત્રી લંભા અને લાંપા વગેરેએ તૈયાર કરી છે.
આ મૂર્તિ કુંભલગઢથી અહીં લાવીને અચલગઢના આ મંદિરના પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવામાં આવી છે.
( ૪૬૮) સં. ૧૩૦૨ ના ફાગણ શુદિ ૩ ને સોમવારે, વ્યાપારી માહારણના પુત્ર સાવંતના પુત્રો ૧ હાસે, ૨ હલધુ, ૩ ધાંધલ. (તેમાંના ધાંધલના પુત્ર ?) વ્યાપારી કુંવરસિંહે પિતાના કલ્યાણ માટે આરસની સુંદર ઉભી મૂર્તિઓની જોડી કરાવી, તેની શ્રી જયદેવ સૂરિજીના શિષ્ય શ્રી અમરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
સમાન આકૃતિવાળી આ બન્ને ભવ્ય ઉભી મૂત્તિઓ ઉપર્યુક્ત પૂર્વ દિશાના દ્વારના મૂ. ના. જીની બન્ને બાજુમાં વિરાજમાન છે. તેમાંની બીજી મૂર્તિ પર લેખ નથી.
સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે, શ્રીડુંગરપુર નગરમાં, રાવળ સેમદાસના વિજયવંતા રાજ્યમાં, ઓસવાલ જ્ઞાતિ અને ચક્રેશ્વરીગેત્રવાળા શાહ ભુંભચની ભાર્યા પાતૂના પુત્ર શા. સાભાની ભાય કમદે નામની શ્રાવિકાએ પિતાના પતિ શા. સાભાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org