________________
અચલગઢના લેખે.
૫૧૮ ને શુક્રવારે શ્રીતપાગચ્છની કમલકલશ શાખાના ભટ્ટરક શ્રીહર્ષરત્નસૂરિના (શિષ્ય) પંન્યાસ શ્રીસુંદરવિજયગણિની પાદુકાની તેમના શિષ્ય પં. જીવણવિજયે (સિદેહીના મહારાવ) શ્રી તખતસિંહજીના વિજયવંતા રાજ્યમાં પ્રતિષ્ઠા કરી.
(૪૦) સં. ૧૯૬૩ના વૈશાખ શુદિ ૧૧ ને શુક્રવારે, શ્રીતપાગચ્છની શ્રીકમલકલશ શાખાના ભ. શ્રીયશોભદ્રસૂરિજીની તથા પિતાની (શ્રીમહેન્દ્રસૂરિજીની) પણ પાદુકાની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રીવિજયમહેન્દ્રસૂરિજીએ શ્રીસિરોહી દેશમાં શ્રી કેશરીસિંહજીના રાજ્યમાં, શ્રીઅચલગઢ મહાદુર્ગમાં કરી છે. બે જોડી પગલાંવાળા પાદુકાપટ્ટપર આ લેખ ખોદેલે છે. આ શ્રી પૂજ્ય ભ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજી હાલ વિદ્યમાન છે. તેમની ગાદી આબુ રોડ પાસેના ધનારી ગામમાં છે.
શ્રીકુંથુનાથ ભ. ના મંદિરનો લેખ.
( ૪૧ ) સં. ૧૫ર૭ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે, પિરવાડ જ્ઞાતિના સંઘવી દેવાની ભાર્યા નાગૂના પુત્રો ૧ સંઘવી સિંહા ભાર્યા સાહીયા,
* લે. ૪૮૫ ની ફુરનેટમાં જણાવ્યા પ્રમાણે લેખસંદેહના નં. ૬૬૪ ના વિ. સં. ૧૬૩૪ ના લેખમાં તથા ૫. મહિમાકૃત ચિત્યપરિપાટી’ ( રમ્યા સં. ૧૭૨૨ )ની ચોથી ઢાળની ચેથીપાંચમી કડીમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org