Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 757
________________ “ આબૂ ” ભાગ પહેલાના પ્રસ્તુત પુસ્તકમાં આબુને ઇતિહાસ, એની માહિતી, ભૌગોલિક ને ઐતિહાસિક સ્થિતિ, મંદિર, દહેરીઓ તથા કતરણની સમજણ વગેરે આપવામાં આવી છે. પુસ્તકમાં વાંચન સાથે આબૂ તાદશ ખડું થતું લાગે છે. પુસ્તકમાં ઉપયોગી ૭૫ ચિત્ર મૂકીને શોભામાં ઔર વધારે કર્યો છે. એક આલબમને શોભાવે તેવાં આ ચિત્ર પુસ્તકની સમૃદ્ધિમાં છે. આ પુસ્તક દરેકે વસાવી લેવા જેવું છે. રૂપિયા અઢીની, આ જમાનાને આકરી લાગતી, કિંમત તેના ઉપયોગ પાસે સાર્થક છે, છતાં હળવી કિંમત વધુ પ્રચાર કરી શકે તેમાં શક છે જ નહિ. “ જૈન જ્યોતિ ” તા. ૨૧-૭-૩૪. ( અમદાવાદ ). (૨૯) શ્રીમાન મુનિ જયંતવિજયજીએ સચિત્ર આખું વર્ણનના ભાગ પહેલાની બુક પરિશ્રમ લઈ જે બહાર પાડી છે, તે બુક વાંચી ઘણો જ સંતોષ થયો છે. આબુને લગતી બીજી કેટલીક હકીકત બહુ જ વિસ્તારપૂર્વક આપવામાં આવી છે, અને જ્યાં જ્યાં જે જે વસ્તુસ્થિતિને નિર્દેશ કરવામાં આવ્યું છે, તે ઇતિહાસિક દષ્ટિએ ઘણું જ ઉપયોગી છે. વિમળવસહી અને લૂણવસહીનાં દેરાસરના જુદા જુદા ભાગના ફોટાઓ તેમજ તેનું વર્ણન અને તે અંગેના શિલાલેખો અને તેને લગતી ફટનેટમાં કેટલીક હકીકત ઘણી જ સારી આલેખવામાં આવી છે. તેમજ અન્ય મંદિરે અને સ્થાનકોને લગતી હકીકત પણ ઉત્તમ પ્રકારે લખવામાં આવી છે, તે સિવાય આબુ ઉપરનાં બીજાં પણ મુખ્ય મુખ્ય દાના ફેરા અને તેનું વર્ણન લખવામાં પણ ખૂબ પરિશ્રમ સેવ્યો છે. એકંદર આખી બુક વાંચનારને આબુ ન ગએલ હોય તે પણ તેને આબુને યથાર્થ ચિતાર આવી જાય તેમ છે. આવી જ પદ્ધતિથી દરેક તીર્થોનાં ઐતિહાસિક દષ્ટિએ વર્ણને લખવામાં આવે તે તે બહુ જ ઉપયોગી છે. આ બુક કરવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762