Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 756
________________ અભિપ્રા. ૧૫: પ્રયત્ન જશ્રીમાં એક કથિી લખાયેલા જવાય છે. ગણ્યા ગાંઠયા લેખકે સિવાય આ ક્ષેત્ર તરફ ઓછાની નજર જાય છે, અથવા નજર જાય છે તે તેની કઠિનતાને લીધે બહુ ઓછા એ ક્ષેત્રમાં પ્રયાસ કરે છે અને એને જ પરિણામે કેટલુંય ઐતિહાસિક સાહિત્ય અણસ્પર્યું રહી ગયું છે. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ ઐતિહાસિક ક્ષેત્રને સ્પર્શવા પ્રયત્ન કર્યો છે એમ એમના આ સુંદર અને શોધકદ્રષ્ટિથી લખાયેલ પુસ્તક પરથી કહી શકાય છે. ઉક્ત મુનિરાજશ્રીમાં એક ઇતિહાસ લેખકને શોભે તેવી ઊંડી વિદત્તા, ઝનુનથી વિમુખ દૃષ્ટિ ને લાંબી વિચારકતા આપણને મળે છે. જીવનકથાને લેખક જેટલી ઝડપથી કથા પ્રવાહમાં આગળ ધપે જાય છે, ચરિત્રલેખક ચરિત્ર-નિરૂપણુ જેટલી શીઘ્રતાથી કરી શકે છે, નિબંધનો લેખક કલમને કદી આપવા ધારે તેટલી સ્મૃતિ આપી શકે છે તેટલી ઝડપ, શીઘ્રતા કે સ્મૃતિ ઇતિહાસ લેખક નથી પામી શકતો. એને પદે પદે ઇતિહાસને જાણવા જવું પડે છે, શિલાલેખો નિહાળી લેવા પડે છે, તત્કાલીન સામાજિક સ્થિતિ સમજવી પડે છે, રાજકીય રંગભૂમિઓને અો અભ્યાસ કરવો પડે છે, આવી આવી અનેકવિધ વિટંબનાઓની વચ્ચેથી એને આગળ વધી ઇતિહાસને સજ પડે છે. | મુનિરાજશ્રીના હાથથી લખાયેલ આબૂતાં પ્રકરણે વાંચતાં ઉપરની જહેમતનો સાચો ચિતાર આંખ સામે ખડો થાય છે. પ્રસ્તુત પુસ્તક ખરેખર ઐતિહાસિક સાહિત્યની એક વધુમૂલી કૃતિ છે. જૈન સાધુ તરીકેની કપરી ક્રિયાઓ પાલન કરતાં મુનિરાજશ્રીએ આ કાર્ય માટે–સાહિત્ય એકઠું કરવા, પગે વિહાર કરી સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા, દરેકનો સંગત ઇતિહાસ બેસાડવાં કેટલે અને કેવી સ્થિતિને પરિશ્રમ કર્યો હશે એ જ્યારે વિચારીએ છીએ ત્યારે ખરેખર આદરભાવથી મસ્તક નમે છે. આદિમાં ઇતિહાસના પ્રસિદ્ધવેત્તા શ્રી. ગૌરીશંકર ઓઝાને અભિપ્રાય આપણને એમાં સાથ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762