________________
પર
અનુપૂર્તાિના લેખે.
( ૬૦૧) સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૧ ને રવિવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય, મંત્રી લાખાની ભાર્યા લાખણદેના શ્રેય માટે તેમના પૌત્ર કર્મણે, શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ કરાવીને તેની, પૂર્ણિમા છીય શ્રીલલિતપ્રભસૂરિજીના કેઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૦૨) સં. ૧૪૪૬ ના વૈશાખ વદ ૩ ને સોમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ ખેતાની ભાય ખેતલદેના પુત્ર રણસિંહે શ્રી શાંતિનાથદેવની મૂત્તિ કરાવી, અને તેની મડાહડગચ્છીય શ્રી મુનિપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૦૩) સં. ૧૪૯ ના વૈશાખ શુદિ ૬ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય શેઠ ચાહડની ભાય ચાંપલદેવીના પુત્ર જેસલે, પિતાની માતાના
સ્મરણ માટે શ્રી પદ્મપ્રભ પ્રભુની મૂર્તિ કરાવી, અને તેની જીરાપલ્લી ગચ્છના શ્રી શાલિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
* સિરોહી સ્ટેટના “મઢાર ” ગામથી ઉત્તર દિશામાં લગભગ ૧૦ માઈલ દૂર, અને “આબુ'ની પશ્ચિમ તરફની તલેટીમાં આવેલ “હણાકા” ગામથી પશ્ચિમ દિશામાં લગભગ ૧૪ માઇલની દૂરી પર “જીરાવલ” ગામ આવેલું છે; તેના નામ પરથી છાવલા ગચ્છ' નિકળે હેય તેમ જણાય છે. અહીં શ્રીજીરાવલા પાર્શ્વનાથજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર હોવાથી આ તીર્થ ગણાય છે. અહીં શ્રાવકેનાં દસ ઘર અને ધર્મશાળા છે. યાત્રાળુઓ માટે વાસણ ગોદડાં વગેરેની સગવડ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org