________________
૫૦૮
અવલોકન.
૩ જસણ -પુત્ર ગહન, લખમણુને પુત્ર વટદિ, વેલાને પુત્ર દેવા....................એ શ્રીમહાવીરસ્વામીની બે ઉભી મૂર્તિઓ કરાવી. (૪૬૫)
લે. ૪૬૬માં શ્રી મહાવીર ભ. ને બદલે શ્રી આદીશ્વર ભ.ની બે ઉભી મૂર્તિઓ કરાવ્યાનું લખ્યું છે. બાકી કુટુંબીઓનાં થોડાંક નામેના હેરફેર સિવાય બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે.(૪૬૬)
(૪૭) સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે, મેદપાટ (મેવાડ) દેશના કુંભલમેરૂ (કુંભલગઢ) નામના મેટા કિલામાં, રાજાધિરાજ શ્રી કુંભકર્ણના વિજયવંતા રાજ્યમાં, તપાગચ્છીય શ્રીસંઘે બંધાવેલા ચતુર્મુખ-ચૌમુખ મંદિર કે જેના મુખ્ય દ્વારમાં આબુથી લાવેલ શ્રી આદિનાથ ભગવાનની ધાતુની મોટી પ્રતિમા વિરાજમાન છે, તે મંદિરનાં બીજાં દ્વારમાં વિરાજમાન કરવા માટે કુંભલગઢના તપાગચ્છીય શ્રીસંઘે શ્રી ઋષભદેવ ભગવાનની નૂતન પ્રતિમા કરાવીને તેની; ડુંગરપુરનગરમાં રાવળ-રાજા શ્રી સોમદાસના રાજ્યમાં, એસવાલજ્ઞાતીય શાહ સાભાની ભાર્યાં કર્માદેના પુત્રો ૧ શાહ માલા તથા (રાજા સેમદાસને પ્રધાન) ૨ શાહ સાહ્યા. તેમાંના શાહ સાહાએ કરાવેલા આશ્ચર્ય પમાડે એવા મહાપ્રતિષ્ઠા મહોત્સવમાં, તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના પટ્ટધર ૧ શ્રીમુનિસુંદરસૂરિ, ૨ શ્રીજયચંદ્રસૂરિ.
= આબુન્દેલવાડામાંના ભીમાશાહના ( પિત્તલહર ) મંદિરના મૂળનાયકજીની મૂર્તિ (કે જે ભીમાશાહે કરાવી હતી. ) આબુ પરથી કુંભલગઢ લઈ જવામાં આવી હશે, એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org