________________
૫૧૪
અવલોકન.
(૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯, ૪૮૦) આ લેખેવાળી આરસની પ જિન-મૂર્તિઓ ચૌમુખજીના મંદિરના સભામંડપમાંના બન્ને બાજુના બે ગભારામાં વિરાજમાન છે. આ પાંચે લેખે એક જ કુટુંબના, એક જ સાલ-મિતિના અને લગભગ સરખી હકીકતવાળા છે. ફક્ત ભગવાનનાં નામે અને તે જેના શ્રેય માટે કરાવવામાં આવેલ છે, તેમનાં નામમાં ફેરફાર છે. પાંચે લેખને સારાંશ આ છે –
સંવત્ ૧૬૯૮ ના પિષ શુદિ ૧૫ ગુરુવારને પુષ્ય નક્ષત્રમાં, (સિદેહીના ) મહારાવ અક્ષયરાજજીના રાજ્યકાળ અને કુમાર શ્રીઉદયભાણજીના યુવરાજકાળમાં, શ્રીસિહીનિવાસી વિશાપોરવાડજ્ઞાતીય શાહ ગાગાની ભાર્યા મનરંગદેના પુત્ર શા. વણવીરની જાય
* સિરોહીના મહારાવ રાજસિંહના પુત્ર અક્ષયરાજજી (અખેરાજજી બીજા )ને સં. ૧૬૭૪ ના કારતક વદિ ૧૦ ને દિવસે જન્મ થયો હતે. તેમના પિતાનું એક કુટુંબના હાથે અચાનક મૃત્યુ થવાથી રાા વર્ષની ઉમ્મરે સં. ૧૬૭૭ માં તેમને ગાદી મળી હતી. તેમને ૧ ઉદયભાણ અને ૨ ઉદયસિંહ નામના બે પુત્રો હતા. તેમના ઉદયભાણે રાજયના લોભથી પિતાના પિતાને કેદ કરીને પિતે સ. ૧૭૨૦ માં ગાદીએ બેસી ગયો. પરંતુ ઉદયપુરના મહારાણા રાજસિંહની કે જે તેને ભગાડીને, મહારાવ અખયરાજજીને કેદથી છુટા કર્યા. અખયરાજજીએ ફરીવાર ગાદી પર બેસીને તરત જ પોતાના દુશ્મન બનેલા પુત્ર ઉદયભાણ અને તેના એક પુત્રને મારી નખા. મહારાવ અખયરાજજી શુરવીર હતા. તેમને ૧૧ રાણીઓ હતી. તેમણે ૫૩ વર્ષ રાજ્ય કર્યું. તેમના મૃત્યુ પછી વિ. સં. ૧૭૩૦ માં તેમને બીજો પુત્ર ઉદયસિંહ તેમની ગાદીએ બેઠે હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org