________________
૪૮૨
અવલોકન.
શેઠ લીંબાની ભાર્યા દેવલના પુત્ર દેપાલે પિતાનાં માતા-પિતા અને ભાઈના શ્રેય માટે શ્રી આદિનાથ ભનું બિંબ કરાવ્યું અને તેની પિપ્પલ ગચ્છના શ્રીવીરદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૪૨૫ ) સં. ૧૪૩૯ ના પિષ વદિ ૯ ને રવિવારે, પિરવાડજ્ઞાતીય વ્યાપારી સહડના પુત્ર જાણની ભાર્યા અનુપમદેના પુત્ર કાલુએ તમામ પૂર્વજોના કલ્યાણ માટે સાધુપૂર્ણિમાગછીય શ્રી ધર્મતિલકસૂરિના ઉપદેશથી શ્રી પદ્મપ્રભ ભ નું બિંબ ભરાવ્યું. લે. ૨૩ થી ૪૨૫ વાળા ત્રણે લેખો ધાતુની નાની એકતીથીઓ પરના છે.
આ લેખ, આ મંદિરના ગૂઢમંડપમાંના ડાબી બાજુના થાંભલા પર ખેલે છે. લેખ વિ. સં. ૧૪૯૭ ના અષાડ શુદિ ૧૩ ને છે. અચુક શબ્દો સિવાય બાકીનો બધો ભાગ તે સમયની દેશી (જૂની મારવાડી) ભાષામાં છે. તેને સારાંશ આ છે –
આબુના રાજધર રાવળ (રાજા); સેલહથે, શ્રીમાતાના પૂજારી તથા શ્રીસંઘે મળીને નકકી કર્યું છે કે–આ (પિત્તલહર) મંદિર ઉપર, રાજા, સેલહથ વગેરે કઈને કોઈ પણ જાતને લાગે (કર-ટેકસ) નથી. તેથી તે માટે કેઈએ ક –ઝઘડો કે ગઝગ કરવી નહીં. આ આજ્ઞાપત્ર મંત્રી ખેતસીએ લખ્યું છે. અર્થાત તેની નીચે તેણે સહી કરેલી છે.
(૪૨૭) આ અક્ષરો, ઉપરના લેખની નીચે સ્તંભ પર કોતરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org