________________
૫૦૦
અવલોકન.
સ્થાન નથી. એટલે એ વાતને બાજુ પર રાખી આપણે મૂળ વિષય પર આવીએ.
આ મંદિરના બને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઉભી મળીને કુલ ૨૫ જિનમૂર્તિઓ છે. તેમાં બેઠી તથા ઉભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧ મૂત્તિઓ છે. ધાતુની ૧૪ મૂત્તિઓમાંથી ૭ મૂર્તિઓ પર સં. ૧૫૬૬ના ફા. શુ. ૧૦ ના લેખે છે. અર્થાત એ સાત મૂર્તિએ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે ખાસ નવી બનેલ છે. બાકીની ૭ મૂર્તિઓ બહારગામથી આવેલ છે. આરસની બધી મૂર્તિઓ બહારગામથી આવેલી છે અથવા તે તેમાંથી થોડીક પાછળથી અન્ય ગામના શ્રાવકેએ અહીં પધરાવેલ છે. કુલ ૨૫ મૂત્તિઓમાંથી એકવીશ પર લેખે છે, ચાર પર લેખે નથી. પ્રતિષ્ઠા સમયના (૧૫૬૬ના) લેખવાળી સાત મૂર્તિઓમાંથી પણ સંઘવી સહસાએ તે ફક્ત એક જ મૂર્તિ કરાવી હોય તેમ લાગે છે, બાકીની મૂર્તિઓ અન્ય ગૃડાએ અને સંઘ કરાવી છે. સં. સહસાએ કદાચ વધારે કરાવી હશે તે પાછળથી વ્યવસ્થાપકેએ કોઈ કારણસર બહારગામ આપી દીધી હશે, અને સગવશાત્
૪ આ વિષે મારો નમ્ર મત જાણવા ઈચ્છનારે, “આબુ પ્રથમ ભાગ, બીજી આવૃતિ (ગુજરાતી)માં પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૩ સુધીનું આ મંદિરનું વર્ણન વાંચવું. આની વિશેષ ચર્ચા, આબુના પહેલા ભાગમાં આપેલા પુટનેટના નંબરવાળા હવે પછી પ્રગટ થનારા ભાગમાં કરવામાં આવશે. I + “ શ્રીગુગુણરત્નાકર કાવ્ય” સર્ગ–૩, લેક છ૭માં લખ્યું છે કે સં. સહસાએ અચલગઢના ચતુર્મુખપ્રાસાદના મુખ્ય (ઉત્તર દિશાના) મૂળ નાયકજીને સ્થાને વિરાજમાન કરવા માટે ૧૨૦ મણ ધાતુની એક મોટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org