________________
અચલગઢના લેખે.
૫૦૧ કાળક્રમે, બહારગામની મૂર્તિઓ અહીં આવી હશે. આ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જ ધામધૂમથી થયું હતું, એટલે સંઘવી સહસાએ તે સમયે વિશેષ સંખ્યામાં મૂર્તિઓ કરાવી હશે એવી સંભાવના થઈ શકે છે. સંઘવી સહસાએ આ મંદિરમાં મૂળનાયક તરીકે સ્થાપન કરવા માટે ધાતુમય, મેટી અને અતિ મનેહર મૂત્તિ કરાવી હતી, તે આ મંદિરના મુખ્ય (ઉત્તર દિશાના) દ્વારમાં મૂ. ના.જીને સ્થાને વિરાજમાન છે. સં. સહસાના કુટુંબ આદિની માહિતી માટે આ મૂર્તિ પરના લેખ સિવાય બીજો એકે લેખ નથી.
( ૪૬૪) સંવત્ ૧૫૬૬ ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે; આબુ ઉપર અચલગઢમાં, રાજાધિરાજ શ્રી જગમાલ ના વિજયવંતા રાજ્યમાં
મનોહર મૂતિ નવી કરાવી હતી, અને બાકીનાં ત્રણ દારોમાં વિરાજમાન કરવા માટે એના જેવડી બીજી ત્રણ મૂર્તિઓ બહારગામથી લાવવામાં આવી હતી. પરંતુ આ વક્તવ્ય કદાચ મૂળનાયકની ચાર મૂર્તિઓના અંગે જ હોય એમ લાગે છે. જો એમ હોય તો સં. સહસાએ એ વખતે બીજી (મૂળનાયક સિવાયની) મૂર્તિઓ કરાવી હોય તે તે અસંભવિત ગણી ન શકાય.
- સિનેહી ( રાજપુતાના ) ના મહારાવ લાખાના પુત્ર મહારાવ જગમાલ વિ. સં. ૧૫૪૦ માં સિરોહીની ગાદીએ બેઠા હતા, અને તે ૧૫૮૦ માં પરફેકવાસી થયેલ. એટલે તેમણે ૪૦ વર્ષ રાજ્ય કર્યું હતું. તેમને ૧ હમીર, ૨ ઊદા, ૩ શંકર, ૪ પૃથ્વીરાજ, ૫ માંડણ અને ૬ રાણેવ નામના છ ભાઈઓ હતા. તેમની બહેન ચંપાકુંવરીને મેવાડના મહારાણુ રાયમલ સાથે વિવાહિત કરી હતી. મહારાવ જગમાલને પાંચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org