________________
૪૯૮
અવલોકન.
મહારાજે લગભગ સં. ૧૫૦૦ માં રચેલા શ્રી “અબુદગિરિ ક૫” માં લખ્યું છે કે-“એરાસા (એરીયા) ગામમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભટ નું નૂતન મંદિર હાલમાં શ્રીસંઘે બંધાવ્યું છે. એટલે તે વખતે આ મંદિરમાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાન વિરાજમાન હશે. ત્યારપછી જીર્ણોદ્ધાર વખતે અહીં મૂળનાયકજીને સ્થાને શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ વિરાજમાન કરી હશે, તેથી (અત્યારે અહીં મૂળનાયકજીના સ્થાને શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વિરાજમાન હોવા છતાં) આ મંદિર હજુ પણ શ્રી મહાવીરસ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. વિ. સં. ૧૭૫૫ માં શ્રીમાનું જ્ઞાનવિમલસૂરિજીએ રચેલી તીર્થમાલાની ૬૪મી કડીમાં લખ્યું છે કે“અહીં (ઓરાસામાં) એક જિનમંદિર છે અને તેમાં આરસની અનેક જિનમૂત્તિઓ વિરાજમાન છે.” અત્યારે તે અહીં ફક્ત ત્રણ જ મૂત્તિઓ છે. તેમાંની મૂળનાયકની બાજુની ફક્ત એક જ મૂર્તિની બેઠક પર ચેડા અક્ષરે ખોદેલા છે. તે નીચેના લેખમાં આપવામાં આવ્યા છે. બીજી બે મૂત્તિઓ પર લેખો નથી.
( ૪૬૩) વ્યાપારી (શેઠ) ઊજલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org