________________
૪૯૪
અલેકન,
ભરાવ્યું તેમ અહીં લખ્યું છે, પણ એ જ મૂર્તિની બેઠકની બાજુના અને પાછલા ભાગના લેખમાં સંઘવી મંડલિકે કરાવ્યાનું લખેલ છે. સં. મંડલિકને માંજૂ ભાતૃ વધૂ થતી હોઈ બન્ને એક જ કુટુંબની વ્યક્તિઓ હોવાથી કંઈ કારણથી એક જ મૂર્તિ પર કરાવનાર તરીકે બે વ્યક્તિઓનાં નામો લખાયાં હશે.) માં નામની શ્રાવિકાએ શ્રી સુમતિનાથ ભ. નું બિંબ ભરાવ્યું.
( ૪પર ) સં. ૧૫૧૫ ના અષાડ વદિ ૧ ને શુકવારે ઉપયુકત પરિવાર યુક્ત સંઘવી મંડલિકે ચૌમુખજીના મંદિરમાં વિરાજમાન કરવા માટે શ્રી અંબિકાદેવીની મૂર્તિ કરાવી, તેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરી છે.
( ૪પ૩ ) બીજા માળની મૂળનાયકજી સિવાયની નામેવાળી ૧૪ મૂત્તિએમાંથી કેટલીક પર કરાવનારનાં, કેટલીક પર ભગવાનનાં અને કેટલીક પર તે બન્નેનાં નામોના થોડા થોડા અક્ષરે લખેલા છે. તેને આ લેખમાં સમાવેશ કર્યો છે. અક્ષરેવાળી મૂર્તિઓમાંથી બે મૂત્તિઓ ચોકકસ રીતે સં. મંડલિકના કુટુંબે કરાવેલી છે. નામના અક્ષરો સિવાયની બીજી આ માળમાં ૧૮ મૂતિઓ છે. તે બધી અથવા તેમાંની ઘણું ખરી સં. મંડલિકે કરાવી હશે, એમ લાગે છે.
ઉપર જણાવેલા બધા લેખે ઉપરથી સંઘવી મંડલિકનું વંશ- વૃક્ષ આ પ્રમાણે બને છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org