________________
૪૮ ૦.
અવલોકન.
હોવાથી તે લેખની ચારે પંક્તિઓની વચ્ચે વચ્ચેને ભાગ દીવાલ લગતે હોવાથી વાંચી શકાયું નથી, બીજો લેખ પદ્માસનના સન્મુખ ભાગમાં દેલે છે. બને લેખ એક જ ધણીને, એક જ સંવના અને લગભગ સરખી હકીકતવાળા છે. તે બન્નેને સારાંશ આ પ્રમાણે છે –
સંવત ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને દિવસે, પિરવાડજ્ઞાતીય વ્યાપારી પિદાના પુત્ર મંડણની ભાર્યા વજૂના પુત્રે ૧ સજન, ૨ સિંહા અને ૩ રત્ના. તેમાંના સજનની ભાર્યા ૧ ફાં તથા ૨ વયજૂ, તેને પુત્ર દુદા. વ્યા. સિંહાની ભાર્યા અર્ચના પુત્રે ૧ ગાંગા, ૨ ચાંદા અને ૩ ટીલ્ડા. વ્યા. રત્નાની ભાર્યા રાજલદેના પુત્ર.. ......વગેરે મોટા કુટુંબથી વિંટાયેલા સીરેહડી ગામના રહેવાસી વ્યા. સિંહા અને રત્નાએ શ્રી આદિનાથ ભ. નું બિંબ શ્રીમદેવસૂરિજીના ઉપદેશથી કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા; તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી જયચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર અને સુધાનંદસૂરિ, શ્રી મજયસૂરિ, મહોપાધ્યાય શ્રીજિનસમગણિ પ્રમુખ પરિવારથી પરિવરિત એવા શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે,
+ આ સિરોહડી ગામ, આબુની આથમણી તલેટી પાસે આવેલા “હણુદ્રા’ ગામથી ઉત્તરમાં છ માઈલ દૂર અને “સિરોહી થી દક્ષિણમાં ૧૭ માઇલની દૂરી પર વિદ્યમાન છે. ત્યાં શ્રાવકેનાં ઘર, જિનાલય ઉપાશ્રય વગેરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org