________________
૪૭૪
અવલોકન,
મોટા સંઘ સાથે આબુ ઉપર જઈ, મોટા મહોત્સવ પૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી.
મંત્રી સુંદર અને મંત્રી ગદાના, તેમણે ભરાવેલી સપરિકર મૂળનાયકજીની ધાતુની મૂર્તિ ઉપર સાત લે છે.
ત્રા ( ગુજરાત )માં ત્રીસ હજાર દ્રમ્પ ( તે વખતે ચાલતે ચદિને એક જાતનો સિક્કો-રૂપીઓ ) ખર્ચને એક જિનાલય બંધાવ્યું હતું. તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીકાગરસૂરિજીની આજ્ઞાથી શ્રીમાન સમદેવસૂરિજીએ ઉકત મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મંત્રી ગદાના આગ્રહથી ઉકત સૂરિજીએ સાધુશુભરને ગણિને ઉપાધ્યાય પદવી આપી હતી. મંત્રી સુંદર અને મંત્રી ગદાએ આ-ભીમાશાહના મંદિરની પ્રતિષ્ઠા કરવા જતી વખતે અમદાવાદથી મેટો સંઘ કાઢયે હતે. સંધમાં હજારે માણસે, સેંકડે ઘેાડાઓ અને સાતસો ગાડાઓ હતા. સંધ લઇને આબુ જતાં માગમાં ઇડરના રાવ ભાણજી, સિરોહીના મહારાવ લાખા વગેરે રાજાઓએ સંધસહિત મત્રી ગદાને બહુ સહકાર કર્યો હતો. રસ્તામાંથી અને આબુ ઉપર આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પાટણ, ખંભાત, ઈર વગેરે ઘણું ગામોના સંઘે એકત્રિત થયા હતા. તે બધા સંઘની મંત્રી ગદાએ સધર્મિવાત્સલ્ય અને સુંદર વસ્ત્રોની પહેરામણી આદિથી ખૂબ ભકિત કરી હતી. આ પ્રસંગે મંત્રી ગદાના આગ્રહથી શ્રીમાન લક્ષ્મીસાગરસૂરિજીએ શ્રીજિનસમ વાચકને આચાર્યપદવી આપી હતી. એકંદરે આ મેટી ધામધૂમ પૂર્વકના પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રી ગદાએ એક લાખ સોનામહોરે ખચી હતી. ઇત્યાદિ હકીકત શ્રીગુગુણરત્નાકર કાવ્યના ત્રીજા સર્ગના કલેક ૧૨-૧૩ તથા ૨૬ થી ૩૩ માં લખેલ છે. આ સિવાયની મંત્રી ગદાના કુટુંબીઓ વગેરેની કેટલીક હકીકત મૂળનાયકની મૂતિ પરના તેના સાત લેખોમાંથી જાણી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org