________________
વિમલવસહીના લેખ.
૨૫૯ ઉપરના લેખેની સાથે સાથે આને પણ અહીં જ આપવા ઉચિત ધાર્યા છે. તેમાંને ૬૨ મે લેખ, સંઘપતિ લાલા અને વીજડના દાદા શાહ ગેસલના કાકા કુલધરના પુત્રોને છે. ૬૫ અને ૬૯મા લેખે, શાહ ગેસલના ઓરમાન ભાઈ શાહ મેહનના પૌત્ર શાહ જયતાના છે અને ૭૫ તથા ૮૨ મા લેખે, ઉપર્યુકત શાહ ગેસલના પિતા શાહ દેસલના મોટા ભાઈ શાહ દેગાના વંશના છે. તે લેખેને સાર આ પ્રમાણે છે – લે. ૬૨ જેમ વાંસનાં વૃક્ષે અંદરથી મજબૂત, ફળોથી પ્રફુલ્લિત,
છાયાની વૃદ્ધિથી અથવા છાયા અને વૃદ્ધિથી યુકત, પરોપકારી હવાથી ધર્મના કારણભૂત અને, તે વાંસની જાળ ઘણું ગહન હોવાથી, અખંડિત હોય છે તેમ આ ઊકેશવંશ (ઉપકેશવંશ) અંદરથી મજબૂત સંતાનરૂપી ફળોથી સુશોભિત અને તેથી જ છાયા-કાન્તિ તથા વૃદ્ધિથી યુક્ત, અખંડિત અને ધર્મકાર્યોને હેતુભૂત-નિમિત્તભૂત જયવંતે વર્તે છે. ૧. તે (કેશવંશ) માં, વાંસમાં જેમ ખેતી ઉત્પન્ન થાય છે તેમ માંડવપુર (મંડેર) ની અંદર જેલ્લાક નામને શેઠ ઉત્પન્ન થયે. તેને પુત્ર શેઠ વેલ્લાક નામને થયે. ૨. તે શેઠ વેલ્લાકને, પરોપકાર કરવામાં તત્પર રહેનાર; શુદ્ધ આચાર, વિચાર અને નીતિનું પાલન કરનાર એ શાહ પારસ નામને પુત્ર થયા. ૩. વિષ્ણુને જેમ લક્ષ્મીદેવી પત્ની છે, તેમ શેઠ પારસને, જાણે નારીનું રૂપ ધારણ કરેલ સાક્ષાત્ લક્ષ્મીદેવી જ ન હોય એવી લક્ષ્મી નામની ભાર્યા છે. તે પારસની ભાર્યાએ, રાજનીતિની વિદ્યાના જાણે (શામ–દામ–ભેદ–દંડ) ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org