________________
૪૧૬
અવલોકન. લુણવસહી નામના આ મૂળ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ ના ચૈત્ર વદિ ૩ (ગુ. ફાગણ વદિ ૩) ને રવિવારે થઈ હતી તે વખતે આ ૪૮ માંની ફક્ત લેખાંક ર૨ (દે. નં. ૧૬) વાળી એક જ દેરીની પ્રતિષ્ઠા થઈ હતી. બાકીની બધી દેરીઓની પ્રતિષ્ઠા ત્યારપછી સં. ૧૨૮૮ થી ૧૨૯૩ સુધીમાં થઈ હતી.
(૨૬૫, ૨૬૯, ર૭૦, ૨૭૧, ૨૭૨, ર૭૪, ૨૭૫, ૨૭૬, ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૩૬૮, ૩૭૦, ૩૭૨, ૩૭૪; ૨૫, ૨૬, ૨૯૮, ૩૦૨, ૩૦૪; ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૩૩૫ અને ૩૩૭)
દેવકુલિકાઓના દરવાજા ઉપરના આ ૨૮ લેખ મહામાત્ય તેજપાલના છે. તેમાંના પ્રારંભના ૧૫ લેખે વિ. સં. ૧૨૮૮ ના છે; ત્યારપછીના પાંચ લેખે વિ. સં. ૧૨૯૦ ના છે આશ્ચર્યની વાત છે કે એ વશમાંના એક પણ લેખમાં મહિને કે તિથિ આપેલ નથી. ત્યારપછીના આઠ લેખે વિ. સં. ૧૨૩ છે, તે આઠમાંના પ્રથમના છે તેમાં પ્રતિષ્ઠાની મિતિ ચિત્ર વદિ ૮ ને શુકવાર તથા છેલ્લા બે લેખમાં ચિત્ર વદિ ૭ આપેલ છે.
આ ૨૮ માંના ફક્ત લે. ૩રપ વાળા (સં. ૧૨૯ ના) એક જ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તરીકે નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિજીનું નામ આપેલું છે. જો કે બીજા લેખમાં તેમનું નામ નથી, પણ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલના તેઓ ગુરુ હતા અને આ મૂળ મંદિરની પ્રતિષ્ઠા તેમણે જ કરેલી હોવાથી ઘણું કરીને આ બધી દેરીઓની પ્રતિષ્ઠા પણ એમણે જ કરેલી હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org