________________
૪૨૪
અવલોકન.
તેની ભાય શિયાદેવી આદિ તેમના બહાળા કુટુંબે મળીને (આ ઠેકાણે તેમના પુત્ર-પૌત્રાદિ બહેળા કુટુંબના માણસોનાં નામે લખેલાં છે.) શ્રી શાંતિનાથ દેવની પ્રતિમા ભરાવી (કદાચ આ દેરી પણ એમણે જ કરાવી હોય.) અને તેની નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી ધર્મઘોષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૨૮૮ ) - શ્રી શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક–૧ ચ્યવન ભા. વદિ ૭, ૨ જન્મ જેઠ વદિ ૧૩, ૩ દીક્ષા જેઠ વદિ ૧૪, ૪ કેવલજ્ઞાન પિષ શુદિ ૧૦, ૫ મેક્ષ જેઠ વદિ ૧૩.
( ર૮૯ ) સંવત ૧૨૩ ના ચિત્ર વદિ ૮ ને શુકવારે, અબુદાચલ તીર્થ માં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલ શ્રીલૂણસિંહવસહિકા મંદિરની ભમતીમાં ચંદ્રાવતીનિવાસી પોરવાડજ્ઞાતીય મંત્રી કઉડિને પુત્ર, પિતાના કાકાના પુત્ર–ભાઈએ વરદેવ, કડવા, ધામા, દેવા, સીહડ તથા ભત્રિજા આસપાલ વગેરે કુટુંબથી યુક્ત એવા શેઠ સાજણે મૂલનાયક શ્રીભદેવ ભ. ની પ્રતિમાથી શોભાયમાન આ (પંદરમી) દેરી કરાવી અને તેની શ્રીનાગૅદ્રગચ્છીય શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આટલે લેખ પૂર્ણ થયા પછી તેની નીચે જ બીજું ડુિં ઉમેરવામાં આવ્યું છે, કે બેન દેવઈ, રતનિણ, ઝણકુ વડગામનિવાસી પિરવાડજ્ઞાતીય વ્યાપારી મૂણચંદ્રની ભાર્યા લીબિણ માંટગામનિવાસી વ્યાપારી જયતા, આંબવીર, વિજયપાલ; તીવીરા; સાજણ ભાર્યા જાલૂ, દૂતી સરસ્વતી, શ્રીવડગચ્છના શ્રીચકેશ્વરસૂરિના અનુયાયી શ્રાવક સાજણે આ દેરી કરાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org