________________
૪૧૪
અવલોકન.
છે. તેના ઉપર કેઈનાં નામે લખેલાં નથી, પરંતુ એ બને મૂત્તિઓ પણ એની વિધાના કુટુંબની કઈ સ્ત્રિ અથવા પુત્રીઓની હેવાનું જણાય છે.
આ પટ્ટની નજીકન, સભામંડપના આરસના બે સ્તંભે ઉપરની સુંદર નકશીદાર બે પુતળીઓ નીચે આ જ શ્રાવિકા સંઘવણ ચંપાઈનાં નામે લખેલાં છે. ( આ નામે લેખ ૪૦૩ના પ્રારંભમાં આપેલાં છે) એટલે આ બન્ને પુતળીઓ પણ ઉક્ત સંઘવણ શ્રાવિકા ચંપાઈએ કરાવી હોય તેમ જણાય છે.
( ૨૬૪ ) ગૂઢમંડપ અને નવ ચેકીઓમાંની ત્રણ જિન-મૂર્તિઓ ઉપર, તે મૂત્તિઓ ભરાવનારાનાં ફકત નામે જ લખેલાં છે, તે આ લેખમાં આપેલાં છે.
દેવકુલિકા-દેરીઓના લેખે આ લુણવસહી મંદિરની ભમતીમાં કુલ ૪૮ દેરીઓ છે. *
* “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” ભાગ બીજાના અવકનના પૃષ્ઠ ૧૧૮ માં તેના સંપાદક, શ્રી નેમિનાથ ભ. ના મુખ્ય મંદિરની આજુબાજુમાં-ભમતીમાં બાવન દેવકુલિકાઓ હેવાનુ; તે દરેક ઉપર જુદા જુદા લેખ હેવાનું અને આ દેવકુલિકાઓ ઉપર હાલમાં નવા નંબરે લગાડડ્યા હોવાનું લખ્યું છે. તે બરાબર નથી. શ્રી લૂણવસતિની ભમતીની દેરીઓ બાવન નહીં, પણ ( ચાર દેરીઓ બે બે દિશાનાં દ્વાર વાળી છે, તેને બે બે ગણતાં પણ ) કુલ ૪૮ જ દેરીઓ છે. તેમાંની પાંચ દેરીએના દરવાજા ઉપર બિલકુલ લેખ નથી. તેમજ વિમલવસહી અને લૂણવસહીની દેરીઓ ઉપર ત્યાંના કાર્યવાહકોએ વિ. સં. ૧૯૮૬ માં નંબરે ખોદાવ્યા છે. તે પહેલાં ત્યાં અનુક્રમ નંબરે કોઈ વખત લગાડવામાં આવ્યા હેય એવું જાણવામાં આવ્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org