________________
લૂવસહીના લેખા.
૪૧૫
તેમાંની ૪૩ દેરીઆના દ્વાર ( દરવાજાના ઉત્તરરંગા ) ઉપર લેખા ખોદેલા છે. ફક્ત પાંચ જ દેરીએના દરવાજાના ઉત્તરંગા ઉપર લેખા ખોદેલા નથી. ૪૩ દેરીઓના દરવાજા ઉપર લેખા ખાદેલા છે, તેમાંથી ૨૮ દેરીઓ ઉપર તેા અમુક અમુકના શ્રેય માટે દેરીએ કરાવ્યા સંબંધીના મહામાત્ય તેજપાલના પોતાના જ લેખા છે. ૯ દેરીઓનાં દ્વારા ઉપર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સગાસંબધીઓ અને મિત્રાએ દેવકુલિકાએ કરાવ્યા સંબંધીના લેખાંક-૨૭૭, ૨૮૯, ૨૯૨, ૩૦૭, ૩૧૩, ૩૫૦, ૩૫૫, ૩૫૯ અને ૩૬૧ વાળા લેખા છે. તે સિવાયની ૬ દેરીઓના દરવાજા ઉપરના લેખાંક-૨૭૯, ૨૮૭, ૩૩૨, ૩૩૪, ૩૩૯ અને ૩૪૩ વાળા લેખામાં જુદી જુદી વ્યક્તિઓએ તે તે દેરીઓમાં મૂત્તિએ ભરાવ્યા સંબંધીના જ ઉલ્લેખ કરેલા છે, દેવકુલિકા કરાવ્યાનો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. છતાં લેખા ખાદવાનુ સ્થાન, લેખાના વિસ્તાર, લેખાની ભાષા વગેરે જોતાં તે તે વ્યક્તિઆએ ખિમા ભરાવવાની સાથે તે તે દેવકુલિકાઓ પણુ તેઓએ જ કરાવી હાય તેમ સ્પષ્ટ રીતે જણાઇ આવે ને.
૧૧, ૧૨, ૧૩, ૨૪ અને ૨૫ નંબરવાળી પાંચ દેવકુલિકાએના દરવાજા ઉપર તે તે દેરીએ કરાવ્યા સંબધીના લેખા નથી, તેનું કારણ; મહામાત્ય તેજપાલે તે દેરીએ પેાતાના સગાં-સંબંધીઓ કે મિત્રાને પહેલાંથી જ આપી દીધી હાય અને પછી તેએ સંચાગેાને આધીન થઇને કે પ્રમાદથી લેખા ન લખાવી શક્યા હાય અથવા તે તે આત્માથી ભાવુક શ્રાવકોએ યશ-કીર્ત્તિની કે નામ અમર કરવાની, લાલચને છેડી દઇને ગુપ્તપુણ્ય કરવાની ભાવનાથી જ લેખા નહીં લખાવ્યા હાય, એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org