________________
લૂણવસહીના લેખે.
૪૨૧
( ૨૭૩) છઠ્ઠી દેરીમાંને આરસને જિન–વિશીને પદ સં. ૧૩૦ત્ના અષાડ વદિ ૧૦ ને મંગળવારે શાહ તેજપાલ, શાહ રાજપાલ, સુડા અને નરપાલે શેઠ રાજાની ભાય મોહિનીના કલ્યાણ માટે કરાવ્યું છે. )
(ર૭૭) સં. ૧૨૮૮ માં ગુંદઉચ (ગુંદેચ) નામના મહાસ્થાન (નગર)ના રહેવાસી ધર્કટ શેત્રવાળા શેઠ બાહટિના પુત્ર શેઠ ભાભુના પુત્ર, પિતાના સમસ્ત કુટુંબથી યુક્ત એવા ભાઈલ નંબર નવવાળી દેરી કરાવી અને તેણે (શેઠ ભાઈલે) પિતાના ગુરુ પદ્યદેવસૂરિજી તથા આ મંદિરના મુખ્ય મીસ્ત્રી શંભનદેવની સમક્ષ
* આ ગુંદેચ ગામ, જોધપુર સ્ટેટના પાલી પરગણામાં, પાલીથી લગભગ દક્ષિણ દિશામાં ૧૦ માઈલની દૂરી પર આવેલું છે. અહીં જિનમંદિર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર વગેરે છે.
+ શનિદેવ, આ મંદિર બાંધવામાં મુખ્ય સૂત્રધાર-મીસ્ત્રી હતો. તેના જ બુદ્ધિકૌશલ્ય અને શિલ્પચાતુર્યથી આ મંદિર આવા પ્રકારની ઉત્તમ કારીગરી-રચનાવાળું બન્યું છે. શ્રીજિનહષગણિએ રચેલા શ્રીવસ્તુપાલ ચરિત્રમાં શોભનદેવ માટે કેટલુંક લખવામાં આવ્યું છે. શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચેલા વિવિધ તીર્થકલ્પ' અંતર્ગત શ્રી અબ્દકલ્પમાં એક લોકવડે આના શિલ્પજ્ઞાનની સારી પ્રશંસા કરી છે. તે લેક આ પ્રમાણે છેઃ
अहो ! शोभनदेवस्य सूत्रधारशिरोमणेः ।
तञ्चैत्यरचनाशिल्पान्नाम लेभे यथार्थताम् ॥ આશ્ચર્યની વાત છે કે–આ મંદિરની ઉત્તમ રચનાવાળા શિલ્પજ્ઞાનથી સૂત્રધાર મીસ્ત્રીઓમાં શિરોમણિ શોભનદેવનું નામ ખરેખર યથાર્થનામ જેવા ગુણવાળું થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org