________________
૪૦૯
લૂણવસહીના લેખે. રાજીમતીની મૂર્તિનાં ચરણે પાસે સ્ત્રીઓની બે નાની મૂર્તિઓ બનેલી છે. કદાચ તે બને તેની સખીઓ હશે.
( ૨૫૬ ) સં. ૧૨૮૭ના ચૈત્ર વદિ ૩ ને શુકવારે, મંત્રી વસ્તુપાલ અને મંત્રી શ્રીતેજપાલ પૂર્વજોના શ્રેય માટે આ અબુંદગિરિ ઉપર શ્રી............ ...ચાર ભૂજા, એક મુખ અને ગજ વાહનવાળા યક્ષની શ્યામ આરસની નાની મૂર્તિ નીચે બે લાઈનમાં આ લેખ કરેલ છે. તેમાંની પહેલી લાઈનને સંબંધ અર્થ યુક્ત છે, પણ બીજી લાઈનને સંબંધ આગળ અને પાછળ બન્ને તરફથી તૂટક છે. એટલે એમ જણાય છે કે કોઈ તીર્થકર ભગવાનની મૂર્તિ ના પરિકરની ગાદીમાંથી આ યક્ષની મૂર્તિ છુટી પડી ગઈ હશે. અહીં ઘણું તપાસ કરવા છતાં એવી કોઈ પરિકરની ગાદી મળી ન આવી કે જેનાથી આ તૂટક લેખ સંપૂર્ણ થઈ શકે.
આ લેખમાં “શુકવાર ” લખેલે છે, તે ભૂલથી લખાયે હશે, એમ જણાય છે. કેમકે લુણવસહીની પ્રતિષ્ઠા શુકવારે નહિ પણ રવિવારે થયેલી છે. ચૈત્રમાસ લખેલે છે તે પૂર્ણિમાન્ત મહિનાના હિસાબે અર્થાતુ ગુજરાતી ફાગણ મહિને સમજ.
(૨૫૭) સં. ૧પર૫ ના વૈશાખ શુદિ ૬ને દિવસે, પિરવાડજ્ઞાતીય શાહ લીલાની ભાર્યા ઘેઘરીના પુત્ર શાહ ડુંગરે, પિતાની ભાર્યા દેવલદે તથા પુત્ર દેઠા આદિથી યુક્ત શ્રીસુવિધિનાથ ભવનું બિંબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org