________________
૩૭૮
અવલોકન. ૪૩ થી ૪૬ સુધીના પોમાં વસ્તુપાલ અને તેના પુત્ર જયંતસિંહ (ચૈત્રસિંહ) ની તથા તેની પછીના ત્રણ લેકમાં મંત્રી તેજપાળની પ્રશંસા કરતાં કવિ કહે છે કે વંશથી વિદ્યાથી, વિનયથી, પરાક્રમથી અને સુકૃત કાર્યો કરવાથી વસ્તુપાલની બરાબરી કરી શકે એ કઈ પણ માણસ કઈ પણ ઠેકાણે મારા દષ્ટિપથમાં–જોવામાં આવ્યું નથી. ૪૩. જેમ ઇદ્રથી પુલેમપુત્રી-ઈંદ્રાણીએ જયંત નામના પુત્રને પ્રાપ્ત કર્યો છે, તેમ, મહામંત્રી વસ્તુપાલથી તેની લલિતાદેવી નામની પત્નીએ ન્યાયનું ઉલ્લંઘન નહિ કરનાર જયંતસિંહ નામના પુત્રને પ્રાપ્ત કર્યો. ૪. વિનયની દુશ્મન અને અજ્ઞાનતાથી ભરેલી બાલ્યાવસ્થામાં પણ જે; ન્યાય, નીતિ, વિનય અને ગુણેના ઉદયને ધારણ કરે છે અને કામદેવને પણ જીતી લેવામાં તત્પરતાવાળું જેનું રૂપ છે એ તે આ જૈત્રસિંહ, કોના મનનું આલિંગન નથી કરત–તે કોને વહાલે નથી લાગતું ? અર્થાત્ સૌને વહાલું લાગે છે. ૪૫. જેનું કામદેવથી પણ વધારે રૂપ છે અને જે યાચકની ઈચછા-માગણીથી વધારે દાન આપનારે છે, એ શ્રી વસ્તુપાલને પુત્ર આ જયંતસિંહ કલ્પાયુ-ઘણા લાંબા આયુષ્યવાળો થાઓ. ૪૬. ચિંતામણિ રત્નની જેમ, જેનાથી બધા લેકે નિશ્ચિંત થઈને સમૃદ્ધિવંત થાય છે, તે મહામંત્રી શ્રી તેજપાલ ઘણા લાંબા કાળ સુધી તેજસ્વી રહે. ૪૭. વિધાતાએ ત્રણે ભુવનના ચાણક્ય, બૃહસ્પતિ, મરુદ્વ્યાધિ, શુક્ર, વગેરે બુદ્ધિના નિધાન મંત્રિઓને પહેલાં બનાવ્યા છે, તે આ તેજપાલ મંત્રિને બનાવવા અર્થે પૂર્વે અભ્યાસ (પ્રેકટીસ) કરવા માટે જ-શિખવા માટે જ બનાવ્યા છે. જે એમ ન હોય, તે ઉપર્યુક્ત બધા મંત્રિઓ કરતાં મંત્રી તેજપાલ ગુણના અધિકપણાને કયાંથી મેળવી શકત ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org