________________
૩૮૫
લૂણવસહીના લેખે. એ દશે જણાની સ્ત્રિઓ સહિત ઉભી મૂર્તિઓ મહામાત્ય વસ્તુપાલના નાના ભાઈ અને સોલંકી રાજા વિરધવલના ઉત્તમ પ્રકારના બંધુસમાન મહામાત્ય તેજપાલે કરાવી છે. ૬૪. પછીના ૬૫ થી ૬૮ સુધીના શ્લેકમાં મંત્રી યુગલની પ્રશંસા સાથે તેમણે કરેલાં સુકૃત્યે સંબંધમાં કહેવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કેસકલ પ્રજાના ઉપર ઉપકાર કરનાર વસ્તુપાલ મંત્રીની પાસે મંત્રી તેજપાલ, સરોવરની પાળ ઉપર રહેલા ફળયુક્ત આંબાની જેમ શોભે છે. ૬૫. તે મંત્રી યુગલે, દરેક ગામે ગામે, નગરે નગરે, માર્ગમાં, પર્વત ઉપર અને ભૂમિ ઉપર, જે જે વાવ, કૂવા, જળાશ, બગીચા, સરેવર, તલાવ, નદીના ઘાટ, પુલ, મંદિરે, દાનશાળા, પરબ વગેરે વગેરે ધર્મસ્થાનની શ્રેણિઓ નવી કરાવી છે અને જૂનાં સ્થાનેને જીર્ણોદ્ધાર કરાવ્યું છે, તેની સંખ્યા તે જે મેદિની-પૃથ્વીદેવી જાણે તે જાણે. બાકી અમે તે તેની સંખ્યા પણ જાણી શકતા નથી. ૬૬.કઈ બુદ્ધિશાળી માણસ જે શંભુ–મહાદેવની આખી જંદગી સુધીના લીધેલા અને મુકેલા શ્વાસે (ઉચ્છવાસ-નિઃશ્વાસે)ને પણ ગણી શકે, અથવા માર્કડ નામના મુનિના જીવન પર્યંતના આંખના પલકારા (આંખ ઉઘાડવી અને મીંચવી તે ) ને પણ ગણું શકે એ માણસ પિતાનું બીજું બધું કામકાજ મુકી દઈને, આ મંત્રી યુગલે કરાવેલાં કીર્તન-ધર્મસ્થાનની શ્રેણિઓને ગણવા બેસે
છતાં પ્રશસ્તિમાં હાથણીઓ કરાવ્યાનું લખ્યું છે, એટલે કદાચ પ્રશસ્તિ દાવતાં સુધીમાં, હાથણીઓ જ બનાવરાવવાનો વિચાર હશે અને તેથી જ પ્રશસ્તિમાં રિવધૂ પદ બે વાર લખાયું જણાય છે, પણ પાછળથી હાથણીઓ કરતાં પુરુષોને માટે હાથીઓ જ કરાવવા ઠીક ધારીને હાથીઓ કરાવ્યા હશે, એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org