________________
૩૮૪.
અવલોકન. બલાનક-મંડપ કરાવેલ છે. ૬૧. (૧) શ્રીમાન ચંડપ, તેને પુત્ર (૨) ચંડપ્રસાદ, તેને પુત્ર (૩) સોમ અને તેને પુત્ર (૪) અધરાજ. તે ( અધરાજ ) ના પવિત્ર વિચારોવાળા તથા જૈનધર્મરૂપી બગીચાને પ્રફુલ્લિત કરવા માટે વર્ષો વરસાવતા મેઘ સમાન (૫) શ્રીમાન લુણિગ, (૬) મંત્રી મલદેવ, (૭) મંત્રી વસ્તુપાલ અને (૮) મંત્રી તેજપાલ એ ચાર પુત્રે તથા મંત્રી વસ્તુપાલને પુત્ર (૯) જૈત્રસિંહ અને મંત્રી તેજપાલને પ્રખ્યાત બુદ્ધિવાળો પુત્ર (૧૦) લાવણ્યસિંહ જિનદર્શનપૂજા માટે આવતા આ દશે જણની મંદિરની પાછળ બનેલી હસ્તિ શાળામાંની સુંદર દશ હાથણીઓ x ઉપર બેઠેલી મૂત્તિઓ જાણે દશ દિપાલ જ ન હોય એવી શોભે છે. ૬૨-૬૩. ઉકત હાથણીઓની પીઠ ઉપર બેઠેલી તે દશે જણની મૂર્તિઓની પાછળ, આ હસ્તિશાળામાં ઉજજવલ આરસના સુંદર ભેટા ગોખલાઓમાં
બાવન દેરીઓ બનાવ્યાનું લખ્યું હશે, પણ પાછળથી દેરીઓ બનાવતી વખતે આવન દેરીઓને, શિલ્પના હિસાબે, વેંત નહીં આવ્યું હોય–બની નહીં શકી હેય તેથી ૪૮ દેરીઓ કરાવી હશે, એમ જણાય છે. વિમલવસહિમાં તે બાવનથી પણ વધારે એટલે કે ચારે તરફની કુલ દેરીઓ પર, શ્રીમુનિસુવ્રતસ્વામી ( આદીશ્વર ભ. ) ને ગભારો ૧ અને અંબિકાદેવીની દેરી ૧, એ રીતે ૫૪ દેરીઓ ઉપરાંત બે ખાલી રહી છે.
* આ પ્રશસ્તિમાંના બે પદ્યોમાં આ હસ્તિશાલામાં દશ હાથણુઓ હોવાનું સ્પષ્ટ રીતે લખેલું છે. પરંતુ આ દશે હાથણીઓ નહિ પણ હાથીઓ જ છે. દરેક હાથીઓને દંકૂશળ તથા પુરુષચિહ આદિ સ્પષ્ટ રીતે હોવાનું જોઈ શકાય છે. દંકૂશળ કદાચ પાછળથી નવા બન્યા હેય એવી કલ્પના થઈ શકે પરંતુ પુરુષચિન્હ તો પાછળથી બનેલ નથી. એ તે પ્રથમથી જ બનેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org