________________
લૂણવસહીના લેખે.
૩૯૧ સમસ્ત કામ કરનાર અર્થાત્ મહામંત્રી શ્રીઅણહિલપુરના રહેવાસી, પિરવાલજ્ઞાતીય ઠકુર શ્રીચંડપ, તેને પુત્ર ઠ. ચંડપ્રસાદ, તેને પુત્ર મંત્રી સેમ, તેને પુત્ર શ્રી આસરાજ, તેની ભાર્યા ઠકુરાણી (ઠકુરાણ) કુમારદેવી, તે બને ( આસરાજ-કુમારદેવી)ના પુત્ર તથા મંત્રી મલદેવ અને મંત્રી સંઘવી વસ્તુપાલના નાના ભાઈ મંત્રી શ્રી તેજપાલે; પિતાની ભાર્યા મહં. અનુપમદેવીના તથા તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પવિત્ર પુત્ર મંત્રી શ્રી લૂણસિંહના પુણ્ય અને યશની વૃદ્ધિ માટે શ્રી અબુદગિરિ ઉપર દેઉલવાડા (દેલવાડા) ગામમાં બધી દેરીએથી અલંકૃત અને વિશાલ હસ્તિશાળાથી સુશોભિત શ્રી લૂણસિંહ-વસહિકા નામનું શ્રી નેમિનાથ ભગવાનનું આ મંદિર બંધાવ્યું છે. તેની, શ્રીનાગેન્દ્રગચ્છના શ્રી મહેન્દ્રસૂરિ સંતાનીય શ્રી શાંતિસૂરિના શિષ્ય શ્રીઆનંદસૂરિ અમરચંદ્રસૂરિ, તેઓની પાટને શોભાવનારા શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
આ ધર્મસ્થાન (મંદિર)ની વ્યવસ્થા અને સાર-સંભાળ રાખવા માટે જેઓને નીમવામાં આવ્યા છે, તેનાં નામે આ પ્રમાણે છે:–મહં. શ્રીમલદેવ, મહંતુ શ્રીવાસ્તુપાલ અને મહં. શ્રીતેજપાલ, આ ત્રણે ભાઈઓની સંતાન પરંપરાએ; તથા શ્રી લૂણસિંહના માતૃપક્ષ–મેસાળ પક્ષમાં ચંદ્રાવતી નગરીના રહેવાસી પિરવાડજ્ઞાતીય ઠ૦ શ્રીસાવેદેવના પુત્ર ઠ૦ શાલિગના પુત્ર ઠ૦ સાગરના પુત્ર ઠ૦ ગાગાના પુત્રે ઠ૦ ધરણિગ, મહં. શ્રીરાણિગ અને મહં. શ્રી લીલા. તેમાંના ઠ૦ ધરણિગની ભાર્યા ઠક્કરા, શ્રીતિહણદેવી (ત્રિભુવન દેવી)ની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મહં. શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org