________________
૨૮૩.
વિમલવસહીના લેખ. શ્રીનચ્છની ભાર્યા ધનશ્રીના પુત્રને આંબવીર, સહદેવ અને જસદેવ તથા પુત્રી આંબસિરિ. તેમાંના આંબવીરની પહેલી ભાર્યા લખમણુના પુત્ર આંબચંદ્ર અને બીજી ભાર્યા પ્રઈહવિ વગેરે કુટુંબ સહિત આંબવારે ૧૧મી દેરીમાં પંચતીથીના પરિકર સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. પરિકરની ગાદીના એક ખુણા ઉપરની યક્ષની મૂર્તિ નીચે પાર્શ્વયક્ષ અને બીજા ખુણાની દેવીની મૂર્તિ નીચે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, એ પ્રમાણે લખેલું છે. (૫૫).
લે. પ૬ માં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં કલ્યાણકોની તિથિઓ આપેલી છે. જેમકે –વન ચિત્ર વદિ ૪, જન્મ પિષ વદિ ૧૦, દીક્ષા પિષ વદિ ૧૧, કેવલજ્ઞાન ચિત્ર વદિ અને મિક્ષ શ્રાવણ શુદિ ૮. (પ૬).
લે. પ૭–સં. ૧૩૦૮ ના માઘ શુદિ ૬ ને ગુરુવારે ઉપયુક્ત શેઠ શ્રીવછની ભાર્યા ધનસિરિના પુત્ર આંબવીરની બીજી ભાર્યા અ(પ્ર) ઈહવિના પુત્ર આમસિંહે પિતાના તથા પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે એ જ ૧૧ મી દેરીમાં પંચતીથીના પરિકર સહિત શ્રી આદીશ્વર ભગવાનનું બિંબ ભરાવ્યું. તેની શ્રીનેમિસૂરિના શિષ્ય શ્રીઅમરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. (૫૭). લે. પ૫ વાળી પ્રતિમા શેઠ આંબવીરે અને લે. પ૭ વાળી પ્રતિમા શેઠ આંબવીરના પુત્ર આમસિંહે ભરાવેલ છે. તેથી આ બંને લેના સંવમાં ૬૩ વર્ષનું અંતર છે.
(૫૯-૬૦) આ બંને લેખે આબુતીર્થની યાત્રા કર્યા સંબંધીના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org