________________
વિમલવસહીના લેખે.
૩૫૫ શ્રી સરસ્વતી * દેવીની સામે બેસીને મહારાણાની રૂબરૂમાં તેમની આજ્ઞાથી આ લખ્યું છે. દેશી સમણ હમેશાં (આદિનાથ ભ. ને) પ્રણામ–નમસ્કાર કરે છે. ( ૨૪૪–૨૪૫)
(૨૪૬-૪૭–૪૮) દેલવાડામાં આવેલા શ્રીપિત્તલહર ( ભીમ શાહના) મ દિરના મુખ્ય દરવાજાની બહાર, જમણે હાથ તરફના મેટા ચોતરાના એક ખુણામાં, ચંપાના વૃક્ષની નીચે શ્રી મણિભદ્રવીરની એક નાની દેરી છે. તેની બન્ને બાજુએ થઈને “સુરહી” ના ચાર પથરે છે. તે ચારે “સુરહીએ” માં ઉપરની સુરહીઓની પેઠે જ મથાળે સૂર્ય અને ચંદ્ર, તેની નીચે વાછરડા યુક્ત ગાય અને તેની નીચે લેખ કતરેલા છે. તેમાંની એક “સુરહી ” ને લેખ તદ્દન ઘસાઈ ગયે છે, તેથી તે વાંચી કે ઉતારી શકાયું નથી. બાકીની ત્રણ સુરહી ” ના લેખમાંને છેડે થેડે ભાગ ઘસાઈ ગયે છે, પણ ઘણે ખરો ભાગ વંચાઈ શકે છે. એટલે જેટલે ભાગ વંચાય તેટલે તેટલો અહીં આપવામાં આવ્યું છે. આમાંના બે લેખે કંઈક ગામગરાસ આ મંદિરને અર્પણ કર્યા સંબંધીના અને એક લેખ કર વગેરે માફ કરાવીને યાત્રામુક્તિ કર્યા સંબંધીને છે. તેને સારાંશ આ પ્રમાણે છે –
લે. ૨૪૬-સંવત્ ૧૪૮૩ ના જેઠ શુદિ ૯ ને સેમવારે, ઠકુરાણી બાઈ જગઈએ શ્રી આદિનાથ ભગવાનના મંદિરને ગરાસ અર્પણ કર્યો. તેમાં મેલરાજ, શ્રીકુંભ, પ્રરંભ (પરભુ) વના, વીરધર, હાપા, મેઘા વગેરે બધા શાક્ષીએ છે. (૨૪૬)
* અચલગઢના શ્રી આદિનાથ ભ. ના નાના મંદિરની ભમતીની દેરીઓમાં શ્રી સરસ્વતી દેવીની એક નાની મૂર્તિ અત્યારે પણ વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org